
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ તેલંગાણાના મુખ્યમંત્રી કે.કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાને સમન્સ મોકલ્યુ છે. અધિકારીઓએ કહ્યું હતુ કે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) નેતા કવિતાને 9 માર્ચે દિલ્હીમાં ફેડરલ એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તો વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે કવિતાને હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન રામચંદ્ર પિલ્લઈની સામે બેસીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે,પિલ્લઈની સોમવારે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDએ અગાઉ કહ્યું હતું કે પિલ્લઈ દક્ષિણી જૂથનું પ્રતિનિધિત્વ કરે છે.
Enforcement Directorate (ED) summons K Kavitha, BRS MLC and daughter of Telangana CM K Chandrasekhar Rao in Delhi liquor scam. She has been called tomorrow, March 9 for questioning: Sources
(File photo) pic.twitter.com/Xjs6ZuO5p5
— ANI (@ANI) March 8, 2023
માહિતી મુજબ દક્ષિણી જૂથમાં સરથ રેડ્ડી, મગુન્થા શ્રીનિવાસલુ રેડ્ડી (વાયએસઆર કોંગ્રેસના સાંસદ અને ઓંગોલથી લોકસભા સભ્ય), કવિતા અને અન્યનો સમાવેશ થાય છે. કવિતાએ કહ્યું હતું કે તે સંસદના આગામી સત્રમાં મહિલા અનામત બિલ રજૂ કરવાની માંગ સાથે જંતર-મંતર પર ઉપવાસ કરવા 10 માર્ચે દિલ્હી જશે. આ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા અગાઉ પણ બીઆરએસ નેતાની પૂછપરછ કરવામાં આવી હતી.
તો બીજી તરફ CBI બાદ દિલ્હી દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ED દ્વારા તિહાર જેલમાં 6 કલાકથી પૂછપરછ કરવામાં આવી હતી. સિસોદિયા તિહાર જેલના સેલ નંબર એકમાં બંધ છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, EDએ સોમવારે આ કેસમાં હૈદરાબાદના દારૂના વેપારી અરુણ રામચંદ્ર પિલ્લઈની અટકાયત કરી છે.
Published On - 12:46 pm, Wed, 8 March 23