આજે, EDના અધિકારીઓ દિલ્હીની દારૂ નીતિના કથિત કૌભાંડના સંદર્ભમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે. આ માટે ત્રણ અધિકારીઓ તિહાર જેલમાં આવ્યા છે. તપાસ એજન્સીએ સિસોદિયાની પૂછપરછ કરવા માટે કોર્ટ પાસેથી પરવાનગી લીધી હતી. તપાસ એજન્સી સિસોદિયાની ત્રણ દિવસ સુધી પૂછપરછ કરશે. દારૂની નીતિમાં ગેરરીતિના મામલે અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ દરમિયાન તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી શાળાઓને લઈને એક ટ્વિટ કરવામાં આવી છે. સિસોદિયાના ટ્વિટર એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું છે કે અત્યાર સુધી સાંભળવામાં આવતું હતું કે જ્યારે દેશમાં સ્કૂલો ખુલે છે ત્યારે જેલો બંધ થઈ જાય છે, પરંતુ હવે આ લોકોએ દેશમાં સ્કૂલો ખોલનારાઓને જ જેલ મોકલવાનું શરૂ કર્યું છે. જણાવી દઈએ કે સિસોદિયા જેલમાં ગયા પછી તેમના એકાઉન્ટમાંથી આ પહેલું ટ્વિટ છે.
आज तक सुना था कि देश में स्कूल खुलते हैं तो जेल बंद होते है; लेकिन अब इन लोगो ने तो देश में स्कूल खोलने वालों को ही जेल में बंद करना शुरू कर दिया।#ManishSisodia
— Manish Sisodia (@msisodia) March 8, 2023
દિલ્હીની એક કોર્ટે સોમવારે એક્સાઇઝ કૌભાંડના કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીનો આદેશ આપ્યો હતો. CBIએ કોર્ટને કહ્યું હતું કે તેને હવે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સિસોદિયાની કસ્ટડીની જરૂર નથી. સિસોદિયાને વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. AAP નેતાને પહેલા પાંચ દિવસ અને બાદમાં બે દિવસ માટે પૂછપરછ માટે CBI કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા.
આ પહેલા સોમવારે દિલ્હીની એક કોર્ટે હૈદરાબાદ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બુચીબાબુ ગોરંતલાને સોમવારે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં જામીન આપ્યા હતા. કવિતા ભૂતપૂર્વ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાનું કહેવાય છે. કવિતા, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી.
Published On - 10:56 am, Thu, 9 March 23