Delhi Weekend Curfew: એલજીએ વીકએન્ડ કર્ફ્યુ હટાવવાની મંજૂરી ના આપી, ઓફિસમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવા સંમત

|

Jan 21, 2022 | 3:52 PM

કોરોનાની વર્તમાન લહેરમાં સૌથી વધુ કેસ દિલ્લીમાં જોવા મળ્યા છે. એક દિવસમાં 28 હજારથી વધુ કેસ નોંધાયા હતા. હવે સાડા 10 હજાર કેસ પહોંચી ગયા છે અને સકારાત્મકતા દર પણ ઘટીને 17 ટકા પર આવી ગયો છે.

Delhi Weekend Curfew: એલજીએ વીકએન્ડ કર્ફ્યુ હટાવવાની મંજૂરી ના આપી, ઓફિસમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવા સંમત
Delhi Weekend Curfew (symbolic image)

Follow us on

દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal)  એલજી અનિલ બૈજલને (LG Anil Baijal) દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ (Weekend Curfew) હટાવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. એલજી હાઉસ ખાનગી ઓફિસોમાં 50 ટકા હાજરી સાથે કચેરીઓ ચાલુ કરવા માટે સંમત છે. પરંતુ એવું સૂચન કરવામાં આવ્યું છે કે સપ્તાહના અંતે કર્ફ્યુ અને બજારો ખોલવા અંગે યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ અને કોરોનાની સ્થિતિ સુધર્યા બાદ આ વિષય પર નિર્ણય લેવામાં આવે. એટલે કે, એલજી અનિલ બૈજલે દિલ્લીમાં લગાવેલા વીકએન્ડ કર્ફ્યુ હટાવવાની મંજૂરી આપી નથી.

દિલ્હીમાં કોરોનાના ઘટતા કેસોને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નરને સપ્તાહના અંતમાં કર્ફ્યુ સમાપ્ત કરવા માટે પત્ર લખીને ભલામણ કરી હતી. દરખાસ્તમાં, દિલ્હીના મુખ્ય પ્રધાને બજારોમાં ઓડ-ઇવન સિસ્ટમ દૂર કરવા અને ખાનગી ઓફિસોને 50 % ક્ષમતા પર કામ કરવાની મંજૂરી આપવાનું પણ કહ્યું હતું. હકીકતમાં, કોરોનાના વધતા જતા કેસ પછી, રાજધાનીમાં શનિવાર અને રવિવારે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

બીજી તરફ, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે કોરોનાની વર્તમાન લહેરમાં સૌથી વધુ કેસ દિલ્લીમાં જોવા મળ્યા છે. એક દિવસમાં 28 હજારથી વધુ કેસ નોંધાયા હતા. ત્રણ-ચાર દિવસ પહેલા સકારાત્મકતા દર પણ 31 ટકા પર પહોંચી ગયો હતો. હવે સાડા 10 હજાર કેસ પહોંચી ગયા છે અને સકારાત્મકતા દર પણ ઘટીને 17 ટકા પર આવી ગયો છે. જ્યારે કોરોનાના વધુ કેસ સામે આવ્યા, ત્યારે નિયંત્રણો લાદવામાં આવ્યા અને કડક નિર્ણયો લેવામાં આવ્યા. હવે એવું લાગે છે કે આ લહેરની પીક પસાર થઈ ગઈ છે. ત્યારે અરવિંદ કેજરીવાલ સરકારે લોકોના રોજગારને લઈને કેટલાક નિર્ણયો લીધા છે.

આ પણ વાંચોઃ

બેકાબૂ બન્યો કોરોના : આ 6 રાજ્યોની કોરોના સ્થિતિ અંગે આરોગ્ય મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચોઃ

આ રાજ્યમાં Corona બેકાબૂ, એક દિવસમાં 46 હજાર નવા કેસ આવતા આગામી બે રવિવારે સંપૂર્ણ Lockdown

Next Article