બીજેપી નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવા દિલ્લી હાઈકોર્ટના આદેશ

|

Aug 18, 2022 | 8:28 AM

મહિલાનો આરોપ છે કે શાહનવાઝ હુસૈને છતરપુર ફાર્મ હાઉસમાં તેના પર બળાત્કાર કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. હવે આ કેસમાં દિલ્લી હાઈકોર્ટે હુસૈન વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે.

બીજેપી નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવા દિલ્લી હાઈકોર્ટના આદેશ
Shahnawaz Hussain (File photo )

Follow us on

કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને (Shahnawaz Hussain) મોટો ઝટકો લાગ્યો છે. શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ (Rape case) નોંધવામાં આવશે. હકીકતમાં, 2018ના એક જૂના કેસમાં દિલ્લી હાઈકોર્ટે (Delhi High Court) પોલીસને શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કાર સહિત અન્ય કલમોમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, કોર્ટે પોલીસને આ કેસની તપાસ 3 મહિનામાં પૂરી કરવા માટે જણાવ્યું છે.

દિલ્લી હાઈકોર્ટમાં જસ્ટિસ આશા મેનનની બેંચે પોલીસને પીડિત મહિલા દ્વારા થોડા વર્ષો પહેલા કરવામાં આવેલી ફરિયાદમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. દિલ્લી હાઈકોર્ટમાં તમામ તથ્યોને જોતા સ્પષ્ટ થાય છે કે પોલીસ આ મામલે એફઆઈઆર નોંધવામાં સંપૂર્ણ અનિચ્છા ધરાવે છે. દિલ્લી હાઈકોર્ટે કહ્યું કે પોલીસ દ્વારા ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અંતિમ રિપોર્ટ નથી.

શું છે મામલો?

વાસ્તવમાં જાન્યુઆરી 2018માં દિલ્હીમાં રહેતી એક મહિલાએ નીચલી કોર્ટમાં અરજી કરીને હુસૈન સામે બળાત્કારનો કેસ દાખલ કરવાની અપીલ કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે શાહનવાઝ હુસૈને છતરપુર ફાર્મ હાઉસમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પહેલા પોલીસે નીચલી કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે શાહનવાઝ હુસૈન સામેનો કેસ બહાર નથી આવ્યો. ટ્રાયલ કોર્ટે તેના નિર્ણયમાં પોલીસની દલીલને નકારી કાઢી હતી, કોર્ટે કહ્યું હતું કે મહિલાની ફરિયાદમાં કોગ્નિઝેબલ ગુનો છે. શાહનવાઝ હુસૈન બિહારના MLC છે. તેઓ બિહારમાં JDU-BJP ગઠબંધન સરકારમાં મંત્રી પણ હતા. શાહનવાઝ હુસૈન પણ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ અટલ સરકારમાં મંત્રી પણ હતા.

Published On - 8:25 am, Thu, 18 August 22

Next Article