Delhi Flood : વગર વરસાદે પૂરથી ત્રાસેલા દિલ્હી માટે રાહતના સમાચાર, યમુનાનુ જળસ્તર ઘટ્યું, જુઓ 10 Videoમાં દિલ્હીનુ પૂર

|

Jul 16, 2023 | 10:58 AM

યમુનાનું વિકરાળ સ્વરૂપ હવે ધીરે ધીરે શાંત થઈ રહ્યું છે, પરંતુ દિલ્હીના ઘણા વિસ્તારોમાં હજુ પણ તેનું પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. દિલ્હીના વિવિધ વિસ્તારોમાંથી ઘણા વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં પૂરની ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે.

Delhi Flood : વગર વરસાદે પૂરથી ત્રાસેલા દિલ્હી માટે રાહતના સમાચાર, યમુનાનુ જળસ્તર ઘટ્યું, જુઓ 10 Videoમાં દિલ્હીનુ પૂર
Delhi Yamuna flood

Follow us on

જ્યારે ચોમાસાના વાદળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ભળ્યા ત્યારે ઉત્તર ભારતમાં વરસેલા વરસાદે વર્ષોનો વિક્રમ તોડી નાખ્યો. પર્વતીય વિસ્તારમાં વરસેલા વરસાદથી યમુના નદી બે કાંઠે ધસમસતી વહેવા લાગી. દિલ્હીમાં યમુનાના પાણીએ એવી તબાહી મચાવી કે છેલ્લા ચાર દશકનો વિક્રમ તોડી નાખ્યો. યમુનાનુ પૂર એટલુ ગંભીર હતુ કે તેનું અત્યાર સુધીનું સૌથી વધુ પાણીનું સ્તર આ વખતે જ નોંધાયું હતું. ઘણી જગ્યાએ આ યમુના કાંઠાની બહાર આવી અને દિલ્હી શહેરમાં પૂરના પાણી ફરી વળ્યાં.

હવે યમુનાનું જળસ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. પરંતુ પાણી હજુ પણ ખતરાના નિશાનથી દોઢ મીટર ઉપર વહે છે, જો કે તેમાં સતત ઘટાડો થવાથી રાહત મળી રહી છે. દિલ્હીમાં હજુ પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં પૂરના પાણીની સ્થિતિ યથાવત છે. રસ્તાઓ અને કોલોનીઓમાં પાણી ભરાઈ ગયા છે. વાહનવ્યવહાર થંભી ગયો છે અને જનજીવન અસ્તવ્યસ્ત છે. દિલ્લીમાં પૂરના પ્રકોપની સ્થિતિ જાણો 10 વીડિયોમાં.

આજનું રાશિફળ તારીખ : 19-10-2024
અંબાણી પરિવારની વહુ રાધિકાના જન્મદિવસની ઉજવણીનો ઈન્સાઈડ વીડિયો વાયરલ
હીરો Super Splendor XTEC બાઇક આપે છે 69 kmpl ની માઇલેજ
PULL-UPS કરતી આ છોકરીના વીડિયોને કારણે મચી બબાલ, જાણો કેમ
ભારતના આ રાજ્યમાં વહે છે વિશ્વની સૌથી વધુ મીઠા જળની નદી
બપોરે કે સાંજે જમ્યા પછી આ 4 ભૂલ ક્યારેય ન કરતાં, જુઓ Video

યમુનાનું જળસ્તર 205.98


રાજધાની દિલ્હીમાં યમુના નદીમાં હજુ પણ ધસમસતા પૂર વહી રહ્યાં છે. નદીમાં પાણી જમા થવાને કારણે દિલ્હીના ઘણા મહત્વના રસ્તાઓ પ્રભાવિત થયા છે. કેટલાય રસ્તાઓ પરની અવરજવર સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. દિલ્હીમાં સવારે 8 વાગ્યે યમુનાનું જળસ્તર 206.02 મીટર માપવામાં આવ્યું હતું. 9 વાગ્યાના તાજેતરના આંકડામાં યમુનાનું જળસ્તર ઘટીને 205.98 મીટર નોંધાયું છે.

કાશ્મીરી ગેટના રસ્તાઓ પર ભરાયા પાણી


દિલ્હીના જે વિસ્તારોમાં રસ્તાઓએ પાણી ભરાઈ ગયા છે તેમાં કાશ્મીરી ગેટનો પણ સમાવેશ થાય છે. અહીં રસ્તાઓ ઉપર ઘૂંટણ સમાન પાણી ભરાઈ ગયા છે. શહેરમાં યમુનાના પાણી ભરાવાને કારણે કાશ્મીરી ગેટ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.

રસ્તાઓ નદી બન્યા તો વાહનો બોટ બની


કાશ્મીરી ગેટથી આવતા વિઝ્યુઅલમાં રસ્તાઓ નદીની જેમ દેખાય છે. જેમાં વાહનો હોડીની જેમ નીકળતા જોવા મળ્યા હતા. યમુનાના જળસ્તરમાં સતત ઘટાડો થયા બાદ પણ કાશ્મીરી ગેટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

લાલ કિલ્લા વિસ્તારમાં પણ પાણી !


દુનિયાભરમાં દિલ્હીની ઓળખ તરીકે જાણીતો લાલ કિલ્લો પણ પાણીમાં ગરકાવ છે. જ્યારે યમુનાના પૂર આવ્યા ત્યારે તેનું પાણી લાલ કિલ્લાની દિવાલોને સ્પર્શતું હતું. લાલ કિલ્લાની આસપાસના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.

ITOમાં રોડ બની ગયો નદી


ITO દિલ્હીના વરસાદમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાંનો એક છે. યમુના બેરેજના રેગ્યુલેટરની નિષ્ફળતાને કારણે પાણી ITO તરફ વળ્યું. ધીરે ધીરે અહીં એટલું બધુ પાણી ભેગું થયું કે જાણે રસ્તો જ નદી બની ગયો હોય.

અક્ષરધામની આસપાસ હજુ પણ પૂર


અક્ષરધામ મંદિરની આસપાસના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. યમુનાના જળસ્તર નીચે આવ્યા પછી પણ આ વિસ્તારમાં પાણી ઓસર્યું નથી. અહીંથી આવી રહેલી તસવીરોમાં ઘરો અને ખેતરો ડૂબી ગયેલા દેખાઈ રહ્યા છે.

રાજઘાટ તળાવ બની ગયું


જ્યારે યમુનાનું પાણી ITOમાં પ્રવેશ્યું, ત્યારે તે મહાત્મા ગાંધીની સમાધિસ્થળ રાજઘાટ પર પણ પહોંચ્યું. રાજઘાટની આસપાસ એટલું પાણી એકઠું થઈ ગયું છે કે આ વિસ્તાર તળાવ જેવો દેખાઈ રહ્યો છે. રાજઘાટના અડધાથી વધુ દરવાજા અને દિવાલો પાણીમાં ડૂબી ગયા છે. અહીં હજુ પણ ભારે પાણી જમા છે.

મયુર વિહારમાં પાણી


દિલ્હીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મયૂર વિહારનો પણ સમાવેશ થાય છે, જ્યાં યમુનાના પાણીથી પૂર આવ્યું હતું. અહીં યમુના નજીકના વિસ્તારો એટલા પૂરમાં આવી ગયા હતા કે ત્યાં રહેતા લોકોને અન્ય રસ્તા પર આશરો લેવો પડ્યો હતો. અહીં હજુ પણ પાણી છે.

યમુના માર્કેટ હજુ પણ પાણીથી ભરેલું છે


દિલ્હીમાં પૂરના કારણે સૌથી વધુ તબાહી મચાવનાર વિસ્તારોમાંનો એક યમુના બજાર વિસ્તાર છે. અહીં અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને ઘણા લોકો અડધા ડૂબી ગયા હતા. યમુનાનું પાણી ધીમે ધીમે ઓછુ થઈ રહ્યું છે, પરંતુ યમુના બજાર વિસ્તાર હજુ પણ જળબંબાકાર છે.

NDRF ની રાહત કામગીરી યથાવત


પ્રગતિ મેદાનની આસપાસના વિસ્તારોમાં પણ યમુનાનું પાણી ઘૂસી ગયું અને પૂરનું સ્વરૂપ ધારણ કર્યું. અહીંના અનેક મકાનો પૂરમાં ડૂબી ગયા હતા. તેમની મદદ અને રાહત માટે NDRFની ટીમો તહેનાત કરવામાં આવી છે, જે સતત આ કામમાં લાગેલી છે.

 

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article