Delhi COVID-19 Update: દિલ્હીમાં ફરી કોરોનાનો પગપેસારો, છેલ્લા 24 કલાકમાં 517 નવા સંક્રમિત, 1518 એક્ટિવ કેસ

|

Apr 17, 2022 | 11:55 PM

દિલ્હીમાં ફરી એકવાર કોરોના વાયરસ (Corona Virus) પગ પેસારો કરી રહ્યો છે. રવિવારે 517 નવા સંક્રમિત કેસ સામે આવ્યા છે. આ સાથે હવે રાજધાની દિલ્હીમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1518 પર પહોંચી ગઈ છે.

Delhi COVID-19 Update: દિલ્હીમાં ફરી કોરોનાનો પગપેસારો, છેલ્લા 24 કલાકમાં 517 નવા સંક્રમિત, 1518 એક્ટિવ કેસ
Delhi COVID 19 Update (Symbolic Image)

Follow us on

દિલ્હીમાં (Delhi COVID-19 Update) ફરી એકવાર કોરોના વાયરસે જોર પકડવાનું શરૂ કર્યું છે. રવિવારે 517 નવા સંક્રમિત કેસ નોંધાયા છે. આ સાથે હવે રાજધાની દિલ્હીમાં સક્રિય દર્દીઓ (Delhi Corona Active Case) ની સંખ્યા 1518 પર પહોંચી ગઈ છે. આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 517 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. સદનસીબે, વાયરસથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. સારા સમાચાર એ છે કે 261 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે પોઝિટિવ રેટ અગાઉના દિવસે 5.33 ટકા નોંધાયો હતો જે ઘટીને 4.21 ટકા થયો છે. હવે શહેરમાં કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 635 થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ગત 16 એપ્રિલે દિલ્હીમાં કોરોનાના 461 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, 2 દર્દીઓના મૃત્યુ પણ થયા છે. તે પહેલા 15 એપ્રિલના રોજ, 366 નવા કેસ નોંધાયા હતા. જ્યારે, 14 એપ્રિલે, 325 નવા કેસ નોંધાયા હતા. કેટલાક દિવસોથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હી-એનસીઆરની ઘણી શાળાઓમાં બાળકો અને શિક્ષકો પણ સંક્રમિત થયા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

24 કલાકમાં 37244 લોકોએ કોરોના રસીનો ડોઝ લીધો

દિલ્હીમાં 964 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 6446 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 37244 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. તેમાંથી 8331 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 17550 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

મફત લાગશે બૂસ્ટર ડોઝ

તમને જણાવી દઈએ કે, કોરોનાના વધતા જતા કેસ વચ્ચે દિલ્હી સરકારે 15 એપ્રિલે જાહેરાત કરી છે કે કોરોના વાયરસથી બચવા માટે સરકારી હોસ્પિટલોમાં બૂસ્ટર ડોઝ મફતમાં આપવામાં આવશે. ભારતમાં, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને ખાનગી કેન્દ્રોમાં બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

દિલ્હી સરકારે જાહેર કરી છે આ એડવાઈઝરી

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, દિલ્હીની કેજરીવાલ સરકારે સાવચેતી રાખતા નવી એડવાઇઝરી જાહેર કરી છે. જે અંતર્ગત જો શાળામાં કોરોનાનો એક પણ કેસ જોવા મળે તો શાળા બંધ કરી દેવી જોઈએ, નહીં તો તે ક્લાસ બંધ કરવાની તૈયારી રાખવી જોઈએ. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને શિક્ષણ નિર્દેશાલયે આ નિર્ણય લીધો છે. ઘણી શાળાના બાળકો કોવિડથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :  કોરોનાથી ભારતમાં 40 લાખ લોકોના મોત! નવા રિપોર્ટ પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન, કહ્યું મોદીજી ના સાચુ બોલે છે, ના બોલવા દે છે

Next Article