Delhi Corona Update: દિલ્હીમાં 5,500 નવા કેસ, સંક્રમણ દર 8.5 ટકા, સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી

|

Jan 04, 2022 | 2:51 PM

દિલ્હીના સ્વાસ્થ્ય સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે શહેરમાં સંક્રમણના વધતા કેસો માટે કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન જવાબદાર છે.

Delhi Corona Update: દિલ્હીમાં 5,500 નવા કેસ, સંક્રમણ દર 8.5 ટકા, સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી
Delhi Health Minister Satyendra Jain

Follow us on

દિલ્હી (Delhi)ના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન (Health Minister Satyendra Jain) મુજબ દિલ્હીમાં આજે લગભગ 5500 કોરોના (Corona Virus) ના નવા કેસ સામે આવ્યા છે અને કોરોના સંક્રમણનો દર લગભગ 8.5 ટકા છે. દિલ્હીના સ્વાસ્થ્ય સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે શહેરમાં સંક્રમણના વધતા કેસો માટે કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન જવાબદાર છે. શહેરમાં સંક્રમણ દર 18 મે પછી સૌથી વધારે છે.

 

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ઉલ્લેખનીય છે કે દિલ્લી (Delhi)માં કોરોના (Corona)ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) અને ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant)ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્લીમાં હવે વીકએન્ડ કર્ફ્યૂ (Weekend curfew)ની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે શનિવાર અને રવિવારે કોઈપણ બિનજરૂરી અવરજવરને મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રાઈવેટ ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને જ મંજૂરી અપાશે.

મેટ્રો અને બસો સંપૂર્ણ ક્ષમતા સાથે દોડશે

મનીષ સિસોદિયાએ કહ્યું કે સરકારી ઓફિસોમાં કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ અથવા ઓનલાઈન મોડમાં કામ કરવું જોઈએ. ખાનગી ક્ષેત્રમાં 50 ટકા ક્ષમતા પર કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે મેટ્રો સ્ટેશન અને બસ સ્ટેશન પર ઘણી ભીડ હોય છે. તેથી નિર્ણય લેવામાં આવ્યો છે કે બસ અને મેટ્રો સંપૂર્ણ ક્ષમતા સાથે ચલાવવામાં આવશે, પરંતુ માસ્ક પહેરવું જરૂરી રહેશે. તેમણે કહ્યું કે ખોરાક, તબીબી અને ઈમરજન્સી જેવી આવશ્યક સેવાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

દિલ્લીમાં 10 હજાર સક્રિય કેસ

દિલ્લીમાં લાગુ કરવામાં આવેલા વીકએન્ડ કર્ફ્યૂ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્લીમાં લગભગ 10 હજાર સક્રિય કેસ છે. લગભગ 350 લોકો હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 124 લોકો ઓક્સિજન સપોર્ટ પર છે, જ્યારે 7 લોકો વેન્ટિલેટર પર છે.

તેમણે કહ્યું કે જ્યારે જરૂર પડે ત્યારે જ હોસ્પિટલ જાઓ. મનીષ સિસોદિયાએ કહ્યું કે આજે ડીડીએમએની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે શનિવાર અને રવિવારે વીકએન્ડ કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે. લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: PM મોદીએ વિપક્ષ પર સાધ્યુ નિશાન, કહ્યું કેટલાક લોકો મણિપુરને ફરીથી અસ્થિર કરવા માગે છે, પરંતુ મણિપુરના લોકો આવું નહીં થવા દે

Published On - 2:43 pm, Tue, 4 January 22

Next Article