Delhi: લિકર કૌભાંડમાં CBIએ આવતીકાલે સવારે 11 વાગ્યે મનીષ સિસોદિયાને બોલાવ્યા, કેજરીવાલે કહ્યું- મનીષ આજના ભગતસિંહ

|

Oct 16, 2022 | 12:57 PM

સીબીઆઈએ (CBI) દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આવતીકાલે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. સાથે જ સિસોદિયાએ કહ્યું છે કે હું સીબીઆઈ હેડક્વાર્ટર જઈશ અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ.

Delhi: લિકર કૌભાંડમાં CBIએ આવતીકાલે સવારે 11 વાગ્યે મનીષ સિસોદિયાને બોલાવ્યા, કેજરીવાલે કહ્યું- મનીષ આજના ભગતસિંહ
Manish Sisodia

Follow us on

સીબીઆઈએ (CBI) દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને (Manish Sisodia) આવતીકાલે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. સીબીઆઈએ એક્સાઈઝ કૌભાંડ કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આવતીકાલે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. સાથે જ સિસોદિયાએ કહ્યું છે કે હું સીબીઆઈ હેડક્વાર્ટર જઈશ અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. અગાઉ પણ મારા ઘરે 14 કલાક સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા હતા, કંઈ બહાર આવ્યું ન હતું. મારા બેંક લોકરની તલાશી લેવામાં આવી, તેમાં પણ કંઈ બહાર આવ્યું નહીં.

અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડના સંબંધમાં શુક્રવારે દિલ્હીમાં 25 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે જગ્યાની તલાશી લેવામાં આવી હતી તે ખાનગી સંસ્થાઓ હતી જે દારૂના વેપાર અને વિતરણ સાથે સંકળાયેલી હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જણાવી દઈએ કે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ નવી એક્સાઈઝ નીતિના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. તે જ સમયે, 11 એક્સાઇઝ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી આ દારૂની નીતિ સીબીઆઈના સ્કેનર હેઠળ છે.

 

 

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, ‘જેલના સળિયા અને ફાંસી ભગત સિંહના ઉંચા ઈરાદાઓને રોકી ન શકે. આઝાદીની આ બીજી લડાઈ છે. મનીષ અને સત્યેન્દ્ર આજના ભગતસિંહ છે. 75 વર્ષ પછી દેશને એક એવો શિક્ષણ મંત્રી મળ્યો જેણે ગરીબોને સારું શિક્ષણ આપ્યું અને ઉજ્જવળ ભવિષ્યની આશા આપી. કરોડો ગરીબોની પ્રાર્થના તમારી સાથે છે.

 

 

Published On - 12:36 pm, Sun, 16 October 22

Next Article