Delhi: બીજેપીનો AAP પર હુમલો, કહ્યુ- યુવાનોને નશાના વ્યસની બનાવવાનું ષડયંત્ર, દારૂની દુકાનો 3 ગણી વધી

|

Feb 28, 2023 | 4:05 PM

ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો એક્સાઇઝ કૌભાંડમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસેદિયાની ધરપકડ પર સતત હુમલો કરી રહ્યા છે. જો કે, આમ આદમી પાર્ટી દ્વારા સરકાર વિરોધી હુમલાઓનો દરેક રીતે બચાવ કરવામાં આવી રહ્યો છે.

Delhi: બીજેપીનો AAP પર હુમલો, કહ્યુ- યુવાનોને નશાના વ્યસની બનાવવાનું ષડયંત્ર, દારૂની દુકાનો 3 ગણી વધી

Follow us on

મનીષ સિસોદિયા મુદ્દે ભાજપ સતત આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. મંગળવારે ભાજપના નેતા સુંધાશુ ત્રિવેદીએ કહ્યું હતું કે, જે પાર્ટીએ દાવો કર્યો હતો કે તે ભારતીય રાજનીતિમાં નવી રાજનીતિ લાવશે, તેઓએ દિલ્હીના યુવાનોને રાજકીય ભ્રષ્ટાચાર આચરવામાં પણ સંકોચ ન કર્યો. તમે એવું કોઈ ઉદાહરણ નહીં જોયું હોય જ્યાં સરકાર દારૂની એક બોટલ સાથે બીજી બોટલ મફતમાં આપી રહી હોય. આ સિવાય શિક્ષણ મંત્રી જ્યાં આબકારી મંત્રી હોય ત્યાં આવું ઉદાહરણ જોવા નહીં મળે. આ તેમની નવી રાજનીતિ હતી.

દારૂની દુકાનો 3 ગણી વધારવામાં આવી

આ સાથે તેમણે કવિતા સંભળાવતા કહ્યું હતું કે, “हजारों घर हैं डूबे, बोतलों के बंद पानी में, जो इनमें जाकर डूबे, वो न उबरे जिंदगानी में. मगर हम दिल्ली की जनता को इसमें डूबने नहीं देंगे.” બીજી તરફ બીજેપી નેતા વિનોદ સચદેવાએ આ મામલે કહ્યું, મનીષ સિસોદિયા રાજકારણમાં પરિવર્તનના ધ્વજવાહક હતા અને તેમણે દિલ્હીને ડ્રગ્સનું શહેર બનાવી દીધું હતું. દારૂની દુકાનો 3 ગણી વધારવામાં આવી છે અને ડ્રાય ડેમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો એક્સાઇઝ કૌભાંડમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસેદિયાની ધરપકડ પર સતત હુમલો કરી રહ્યા છે. જો કે, આમ આદમી પાર્ટી દ્વારા સરકાર વિરોધી હુમલાઓનો દરેક રીતે બચાવ કરવામાં આવી રહ્યો છે.

ડેપ્યુટી સીએમ મનીષ સિસેદિયાની ધરપકડ બાદથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તેમની પાર્ટી વિરોધીઓના નિશાના પર છે અને સરકાર અને પાર્ટી પર દિવસેને દિવસે પ્રહારો થઈ રહ્યા છે. આ ક્રમમાં આમ આદમી પાર્ટીએ પોસ્ટર વોર દ્વારા વિરોધીઓને જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.

પોલિસીની ફાઇલ એલજી પાસે જાય છે

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું છે કે, પોલિસીની ફાઇલ એલજી પાસે જાય છે, એલજીએ સુધારા માટે કહ્યું છે, સુધારા પછી એલજી પોલિસીને મંજૂરી આપે છે. મોદીજી એજન્સીનો સમય બચાવો, એક જ દિવસે તમામ વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવાનો પ્રસ્તાવ લાવો, અમે બધા એક જ દિવસે જેલમાં જઈશું.

બીજી તરફ AAPના આ પોસ્ટર પર ભાજપ અને કોંગ્રેસે આકરા પ્રહારો કરીને પાર્ટીને ભીંસમાં મૂકી દીધી છે. AAP દ્વારા બહાર પાડવામાં આવેલા પોસ્ટરમાં કોંગ્રેસના નેતા ગૌરવ પંડિતે કહ્યું, દિલ્હીમાં શિક્ષણના નામે દારૂની ક્રાંતિ આવી છે. તમને યાદ છે કે કેવી રીતે બુટલેગરમાંથી ગેંગસ્ટર બનેલો લતીફ શાળાના બાળકોને બુટલેગિંગના ધંધામાં સામેલ કરતો હતો.

Published On - 4:05 pm, Tue, 28 February 23

Next Article