Delhi: અરવિંદ કેજરીવાલ LGની સાપ્તાહિક બેઠકમાં હાજર ન રહ્યા, AAPએ કહ્યું- અગાઉ 8 જુલાઈએ વીકે સક્સેનાએ પણ હાજરી આપી ન હતી

તાજેતરમાં જ, LGએ દિલ્હી સરકારની નવી આબકારી નીતિ અંગે તપાસની ભલામણ પણ કરી છે. આરોપ છે કે આ નીતિના કારણે કેટલાક લોકોને ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના કારણે LGએ CBI તપાસની ભલામણ કરી છે.

Delhi: અરવિંદ કેજરીવાલ LGની સાપ્તાહિક બેઠકમાં હાજર ન રહ્યા, AAPએ કહ્યું- અગાઉ 8 જુલાઈએ વીકે સક્સેનાએ પણ હાજરી આપી ન હતી
Arvind Kejriwal
| Edited By: | Updated on: Jul 22, 2022 | 5:52 PM

દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર (LG) વિનય કુમાર સક્સેના અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરી એકવાર સામસામે આવી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાની સાપ્તાહિક બેઠકમાં હાજરી આપી ન હતી. જે બાદ આમ આદમી પાર્ટીએ (AAP) બેફામપણે કહ્યું કે આ પહેલા પણ દિલ્હી એલજીએ 8 જુલાઈએ યોજાનારી સાપ્તાહિક બેઠકમાં હાજરી આપી ન હતી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને એલજી વિનય કુમાર સક્સેના વચ્ચે સંઘર્ષ ચાલુ છે.

એલજી બન્યા બાદથી વિનય કુમાર સક્સેના AAP સરકાર વિરુદ્ધ સતત કડક પગલાં લેતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ, LGએ દિલ્હી સરકારની નવી આબકારી નીતિ અંગે તપાસની ભલામણ પણ કરી છે. આરોપ છે કે આ નીતિના કારણે કેટલાક લોકોને ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના કારણે LGએ CBI તપાસની ભલામણ કરી છે. બીજી તરફ સીએમ કેજરીવાલે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે એલજીએ કેન્દ્ર સરકારના કહેવા પર સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. અમે જેલ જવાથી ડરતા નથી. અમે ભગતસિંહના સંતાન છીએ.

 

 

કેજરીવાલને સિંગાપુર જવાની પરવાનગી આપવામાં આવી ન હતી

સીએમ કેજરીવાલની સિંગાપોર મુલાકાત સંબંધિત ફાઇલ ઘણા મહિનાઓથી એલજી પાસે અટવાયેલી છે. કોન્ફરન્સમાં ભાગ લેવા માટે તેમને સિંગાપુર જવાની પરવાનગી આપવામાં આવી ન હતી. આ ફાઈલ સરકાર દ્વારા લેફ્ટનન્ટ ગવર્નરને રાજકીય મંજૂરી માટે મોકલવામાં આવી હતી, પરંતુ જૂનના અંત સુધી પણ ફાઈલ પરત આવી ન હતી, જેના કારણે તેઓ સિંગાપુર જઈ શક્યા નથી.

વાસ્તવમાં, LG વિનય સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સિંગાપુર જવાની અરજીને ફગાવી દીધી હતી. ફાઈલ પર લખેલું છે- આ મેયરનો કાર્યક્રમ છે, તેમાં મુખ્યમંત્રીએ ન જવું જોઈએ, તેના જવાબમાં અરવિંદ કેજરીવાલે એલજીના તર્કને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે આ સંદર્ભમાં પીએમ પણ ક્યાંય જઈ શકશે નહીં.

CM કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકાર જાણી જોઈને દિલ્હી સરકારના કામમાં અડચણ ઉભી કરી રહી છે. કેન્દ્રની મોદી સરકાર આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાથી ગભરાઈ ગઈ છે. તેમણે પહેલા EDનો દુરુપયોગ કરીને દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનને જેલમાં મોકલ્યા અને હવે તેઓ રાજ્યના શિક્ષણ પ્રધાન મનિષ સિસોદિયાને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, હું સિસોદિયાને વર્ષોથી ઓળખું છું. તે એક પ્રામાણિક માણસ છે અને હવે કેન્દ્ર સરકાર તેમને ફસાવવાની યોજના બનાવી રહી છે.

Published On - 5:52 pm, Fri, 22 July 22