દિલ્હી AIIMS નું સર્વર ઠપ્પ, હેક થવાની આશંકા, દર્દીઓની હાલત કફોડી

સેમ્પલ મોકલવાથી લઈને તેના કલેક્શન સુધી અને બીજી ઘણી સમસ્યાઓ વધી ગઈ છે. હાલમાં એઈમ્સ વહીવટીતંત્ર મેન્યુઅલ રીતે કામ ચલાવી રહ્યું છે, પરંતુ મેન્યુઅલ હોવાના કારણે દર્દીઓની મુશ્કેલી વધી છે. જેના કારણે ભીડ પણ જોવા મળી રહી છે.

દિલ્હી AIIMS નું સર્વર ઠપ્પ, હેક થવાની આશંકા, દર્દીઓની હાલત કફોડી
Delhi AIIMS
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Nov 23, 2022 | 7:31 PM

દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે AIIMS નું સર્વર બુધવારે અચાનક ઠપ્પ થઈ ગયું. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 9 કલાક સર્વર ડાઉન રહેવાના કારણે દર્દીઓની મુશ્કેલી વધી છે. સર્વર હેક થવાની પણ શક્યતા છે. AIIMS પ્રશાસન તેને ઉકેલવામાં સતત વ્યસ્ત છે. સેમ્પલ મોકલવાથી લઈને તેના કલેક્શન સુધી અને બીજી ઘણી સમસ્યાઓ વધી ગઈ છે. હાલમાં એઈમ્સ વહીવટીતંત્ર મેન્યુઅલ રીતે કામ ચલાવી રહ્યું છે, પરંતુ મેન્યુઅલ હોવાના કારણે દર્દીઓની મુશ્કેલી વધી છે. જેના કારણે ભીડ પણ જોવા મળી રહી છે.

સર્વર ડાઉન થવાના કારણે હોસ્પિટલની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. દર્દીના કાગળો તૈયાર કરવાથી માંડીને અન્ય અનેક કામોને અસર થાય છે. ત્યારે નિષ્ણાતોની ટીમ સર્વરમાં સમસ્યા શોધવા અને તેને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સર્વર હેક થવાની આશંકા છે.

દર્દીઓની પ્રિસ્ક્રિપ્શનો બનાવી શકાતી નથી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સવારથી સર્વર બંધ થવાને કારણે નવા દર્દીઓ માટે ઓપીડી પ્રિસ્ક્રિપ્શન તૈયાર થઈ શકાયુ નથી. દર્દીઓના કાર્ડ અને પ્રિસ્ક્રિપ્શન મેન્યુઅલી બનાવવામાં આવ્યા હતા. જેના કારણે કાઉન્ટર પર લાંબી કતારો લાગી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દર્દીઓને સારવાર માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી.

દેશની મોટી હસ્તીઓના રેકોર્ડ છે

AIIMS નવી દિલ્હીના સર્વર પર દેશની તમામ મોટી અને પ્રખ્યાત હસ્તીઓના મેડિકલ રેકોર્ડ અને અન્ય માહિતી છે. જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન અને અન્ય ઘણા મંત્રીઓના ડેટા સામેલ છે. આવી સ્થિતિમાં સર્વર પર હાજર માહિતી ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. સર્વર ડાઉન હોવાના કારણે કોમ્પ્યુટરમાંથી દર્દીઓના ફોર્મ ભરવાનું બંધ થઈ ગયું હતું. જેના કારણે દર્દીઓ અને એડમિન ઓફિસને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ટેકનિશિયન તરફથી સતત સમસ્યાને સુધારવાના પ્રયાસો ચાલુ છે.

જણાવી દઈએ કે ડિજિટલ ઈન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા માટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), નવી દિલ્હી એપ્રિલ 2023થી તમામ કાઉન્ટર્સ પર તમામ ડિજિટલી બિલની ચૂકવણી શરૂ કરશે તેવી જાહેરાત કરી હતી. AIIMS તરફથી નિવેદન જાહેર કરીને આ અંગેની માહિતી આપવામાં આવી હતી. નવી દિલ્હી સ્થિત AIIMSએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે દર્દીઓ માટે તમામ કાઉન્ટર પર સ્માર્ટ કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, 1 એપ્રિલ, 2023થી તમામ ચુકવણીઓ UPI અને કાર્ડ ચુકવણીઓ સાથે સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે.

Published On - 7:30 pm, Wed, 23 November 22