
દિલ્હી -આગ્રા એક્સપ્રેસ વે પર વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. એક્સપ્રેસ વે પર અફરાતફરીનો માહૌલ સર્જાયો છે. જ્યારે એક બાદ એક એમ કુલ 7 બસ અને અનેક કાર એકબીજા સાથે અથડાય હતી. આ અકસ્માત બાદ વાહનોમાં ગંભીર આગ લાગી હતી. પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે. રિપોર્ટ મુજબ 4 લોકોના મોત થયા છે જ્યારે 25 લોકો ઈજાગ્ર્સ્ત થયા છે. ઈજાગ્સ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવાનું કામ ચાલુ છે.
આ અકસ્માત બલદેવ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા યમુના એક્સપ્રેસવેના માઇલસ્ટોન 127 નજીક થયો હતો. અહેવાલો અનુસાર, બસો આગ્રાથી નોઇડા જઈ રહી હતી. ધુમ્મસને કારણે, એક કાર પાછળથી આગળની કાર સાથે આવી રીતે જઆગળ જતી બસો પણ એક પછી એક અથડાઈ. કુલ સાત બસો અને ત્રણ કાર અથડાઈ, જેના કારણે આ બધા વાહનોમાં આગ લાગી ગઈ. સાતમાંથી છ સ્લીપર બસો હતી અને એક રોડવેઝ બસ હતી.
#WATCH | Mathura, UP | SSP Mathura, Shlok Kumar says, “… An accident took place at the Yamuna Expressway Milestone 127. The reason was low visibility… 7 buses and 3 cars collided as a result of which, a fire broke out in all the vehicles… The rescue operation is nearing… https://t.co/fcMTyQjWBk pic.twitter.com/RY8vdxLqVi
— ANI (@ANI) December 16, 2025
#WATCH | Mathura, UP | Several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/9J3LVyeR3P
— ANI (@ANI) December 16, 2025
પોલીસ અને વહીવટીતંત્રની ટીમોએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલમાં સારવાર ચાલી રહી છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. વહીવટીતંત્રે હોસ્પિટલોને શ્રેષ્ઠ શક્ય સારવાર માટે જરૂરી સૂચનાઓ જાહેર કરી છે.
Published On - 8:27 am, Tue, 16 December 25