સમગ્ર દેશમાં આજે વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વિજયાદશમીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ ક્ષેત્રની સાત કંપનીઓને દેશને સમર્પિત કરી છે. આ કંપનીઓની મદદથી હવે પિસ્ટલથી લઈને ફાઈટર પ્લેન બનાવવામાં દેશમાં જ બનાવવામાં આવશે.આત્મનિર્ભર ભારત અભિયાન (Self-reliant India Campaign)અંતર્ગત ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમનુ સંબોધન કર્યુ હતુ.
આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત મોટુ પગલુ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કંપનીઓ માટે 65 હજાર કરોડ રૂપિયાની માહિતી આપતા કહ્યું કે, જેઓ કંઇક નવું કરવા માંગે છે, તેમને તેમની પ્રતિભા બતાવવાની સંપૂર્ણ તક મળશે. વધુમાં પીએમ મોદીએ(PM Narendra Modi) કહ્યું કે, ભારત પોતાની આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. આઝાદીના આ અમૃત મહોત્સમાં દેશ નવા ભવિષ્યના નિર્માણ માટે નવા સંકલ્પો લઈ રહ્યો છે.
I urge these 7 companies to prioritise ‘research and innovation’ in their work culture. You’ve to take lead in future technology, give opportunities to researchers. I would also urge startups to collaborate with these 7 companies: PM Modi on dedication of 7 new defence companies pic.twitter.com/SaUBhMiipH
— ANI (@ANI) October 15, 2021
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Defense Minister Rajnath sinh) અને આ કંપનીઓ સાથે સંકળાયેલા લોકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેન્દ્ર સરકારે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડનું વિસર્જન કર્યું છે. નિયમોમાં ફેરફાર કરીને આ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને હડતાલ પર જવા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સરકારે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડનું વિસર્જન કરી સાત નવી કંપનીઓની રચના કરવામાં આવી છે.
સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ
પીએમ કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડને ( Ordnance Factory Board) સરકારની 100 ટકા હિસ્સેદારી ધરાવતી 7 સંરક્ષણ કંપનીઓમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંરક્ષણ સંસાધનોની દ્રષ્ટિએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે. PMO એ કહ્યું કે આ નિર્ણયથી દેશમાં શસ્ત્રોના ઉત્પાદનની દિશામાં રોકાયેલી કંપનીઓને સ્વાયત્તતા મળશે અને તેમની ક્ષમતામાં વધારો થશે.
આ સાત કંપની દેશને કરી સમર્પિત
કેન્દ્ર સરકારે જે 7 નવી સંરક્ષણ કંપનીઓ (Defense Company)બનાવવાની દરખાસ્ત કરી છે તેમાં મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ, આર્મર્ડ વ્હીકલ કોર્પોરેશન લિમિટેડ, એડવાન્સ્ડ વેપન્સ અને ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે. આ સિવાય ટ્રૂપ્સ કમ્ફર્ટ્સ લિમિટેડ, યંત્ર ઇન્ડિયા લિમિટેડ, ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ અને ગ્લાઇડર્સ ઇન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : jammu kashmir : LG એ કહ્યું, ‘દરેક મોતનો બદલો લેવામાં આવશે’, જમ્મુ -કાશ્મીરમાં સેના આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહી છે
આ પણ વાંચો : વિશ્વમાં એક પણ એવો દેશ નથી જ્યાં પતિ કરતા પત્નીની સરેરાશ કમાણી વધુ હોય, જાણો ભારતની સ્થિતિ શું છે?
Published On - 1:41 pm, Fri, 15 October 21