Weather Update : મોસમનો મિજાજ બદલાયો, ક્યાંક વાદળછાયુ વાતાવરણ, તો ક્યાંક વરસાદનો વરતારો

|

Mar 13, 2023 | 7:26 AM

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 24 કલાકમાં કેટલાક રાજ્યોમાં હળવો વરસાદ થઈ શકે છે. IMD અનુસાર 14 માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે.

Weather Update : મોસમનો મિજાજ બદલાયો, ક્યાંક વાદળછાયુ વાતાવરણ, તો ક્યાંક વરસાદનો વરતારો
Gujarat weather update

Follow us on

દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે આકરી ગરમી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 34.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતુ. જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં પાંચ ડિગ્રી વધુ છે, ત્યારે આજે હવામાન વિભાગે વાદળછાયું વાતાવરણ અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આપને જણાવી દઈએ કે દિલ્હીમાં ભેજ 85 ટકાથી 27 ટકાની વચ્ચે રહ્યો હતો. આગામી 24 કલાકમાં કેટલાક રાજ્યોમાં હળવો વરસાદ થઈ શકે છે. IMD અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 13 માર્ચ સુધી રહેશે.

આ રાજ્યોમાં વરસાદ પડશે

સાથે જ આજે હવામાનમાં ફેરફાર જોવા મળશે. મળતી માહિતી મુજબ આજે ગુજરાત,પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, કેરળમાં હળવો વરસાદ પડશે. તો મુઝફ્ફરાબાદ અને કાશ્મીરમાં પણ હળવો વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે.જ્યારે સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને કેરળ અને દક્ષિણ કોસ્ટલ કર્ણાટકના એક-બે સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.

તો હવામાનમાં ફેરફારની અસર આજે ઉતરપ્રદેશમાં પણ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ યુપીના ઘણા વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી રહી છે. મહત્વનું છે કે પશ્ચિમ યુપી અને પૂર્વીય યુપીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. બીજી તરફ જો હિમાચલની વાત કરીએ તો IMD અનુસાર 13 થી 15 માર્ચ સુધી હિમાલયના કેટલાક ભાગોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

હિમવર્ષાના કારણે લોકો ફસાયા

ભારતીય સેનાએ ગઈ કાલેસિક્કિમમાં હિમવર્ષાના કારણે ફસાયેલા 370 પ્રવાસીઓને બચાવ્યા હતા. આ તમામ નાથુ લા અને સોમગો તળાવથી ગંગટોક જઈ રહ્યા હતા. ભારતીય સેના અને પોલીસ દળે સ્થાનિક લોકોની મદદથી તમામ પ્રવાસીઓને બચાવ્યા છે. તો સાથે જ ભારતીય સેનાએ હિમવર્ષામાં ફસાયેલા મુસાફરો માટે તબીબી સહાય, ગરમ કપડાં અને ભોજનની વ્યવસ્થા કરી છે.

Published On - 6:50 am, Mon, 13 March 23

Next Article