
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં સંઘપ્રદેશ દમણની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન દમણને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ મળવાની છે. વડાપ્રધાનના હસ્તે આશરે 2,970 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા તેમજ પ્રસ્તાવિત કુલ 56 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
આ મુલાકાત પહેલાં દમણમાં બે મહત્વપૂર્ણ જાહેર સુવિધાઓને નવા નામ આપવામાં આવ્યા છે. દમણના ડોમેસ્ટિક એરપોર્ટને હવે “નમો એરપોર્ટ” તરીકે ઓળખવામાં આવશે, જ્યારે શહેરની જાણીતી મરવડ હોસ્પિટલનું નામ બદલીને “નમો હોસ્પિટલ” રાખવામાં આવ્યું છે. વડાપ્રધાનની મુલાકાત પહેલાં આ બંને સંસ્થાઓના નામ નરેન્દ્ર મોદી સાથે જોડાતા સ્થાનિક લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત વડાપ્રધાનના હસ્તે આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર સહિત અનેક મહત્વાકાંક્ષી વિકાસ પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ દમણના આધુનિક વિકાસને નવી દિશા આપશે અને પ્રવાસન, આરોગ્ય તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નોંધપાત્ર ફાયદો પહોંચાડશે.
PM Modi Arrives in Daman | Inaugurates ₹2,970 Crore Projects | TV9Gujarati#PMModi #Daman #NamoAirport #NamoHospital #GujaratDevelopment #TV9Gujarati pic.twitter.com/YjpfO4lTit
— Tv9 Gujarati (@tv9gujarati) June 5, 2026
વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને સમગ્ર દમણમાં તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભાજપ સંગઠન પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય રીતે કાર્યરત છે. બીજી તરફ સુરક્ષાને લઈને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીની આ મુલાકાત દમણના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા છે. સ્થાનિક લોકો પણ વિકાસ કાર્યોની આ ભેટને લઈને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
જવાહરલાલ નેહરુ અને નરેન્દ્ર મોદીના કાર્યકાળ વચ્ચે શું તફાવત?
Published On - 8:11 pm, Fri, 5 June 26