Cyclone Tauktae in Gujarat: જાણો ચક્રવાતી તોફાન ‘તાઉતે’નો અર્થ શું થાય છે

|

May 16, 2021 | 5:03 PM

વર્ષનું પહેલુ ચક્રવાતી વાવાઝોડું 'તાઉતે' 18મે સુધી ગુજરાત પાર કરે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. વાવાઝોડું એવા સમયે આવ્યુ છે, જ્યારે ભારત કોરોના વાઈરસની મહામારીનો સામનો કરી રહ્યુ છે.

Cyclone Tauktae in Gujarat: જાણો ચક્રવાતી તોફાન તાઉતેનો અર્થ શું થાય છે
સાંકેતિક તસ્વીર

Follow us on

Cyclone Tauktae in Gujarat: વર્ષનું પહેલુ ચક્રવાતી વાવાઝોડું ‘તાઉતે’ 18મે સુધી ગુજરાત પાર કરે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. વાવાઝોડું એવા સમયે આવ્યુ છે, જ્યારે ભારત કોરોના વાઈરસની મહામારીનો સામનો કરી રહ્યુ છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ભારતીય હવામાન વિભાગના ઉપ મહાનિદેશક જયંત સરકારે આને તીવ્ર તોફાન કહ્યું છે. આઈએમડીએ રવિવારે કહ્યું કે અરબ સાગરના ઉપર બનેલુ દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાન ‘તાઉતે’માં રુપાંતરિત થઈ ગયુ છે. 12 કલાકમાં તે વધારે તેજ બનશે તેવી આશંકા છે.

 

આ આફતથી છુટકારો મેળવવા માટે છ રાજ્યો કેરલ, કર્ણાટક, મહારાષ્ટ્રા, તમિલનાડુ, ગુજરાત અને ગોવામાં બચાવ દળ તહેનાત કરવામાં આવ્યો છે. જો કે ઈન્ટરનેટ પર તોફાન ખતરા સાથે સાથે તેના નામને લઈને પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે.
લોકો અલગ અલગ પ્રકારની આશંકાઓ વ્યકત કરી રહ્યા છે. પરંતુ હકીકતના તૌકતે ચક્રવાતને તાઉતે કહેવામાં આવે છે. આ નામ મ્યાનમારે રાખ્યુ છે, જે એક બર્મી ભાષાનો શબ્દ છે. જેનો મતલબ છે વધારે અવાજ કરનારી ગરોળી. ચક્રવતી વાવાઝોડાના નામ રાખવા માટે એક પ્રક્રિયા હોય છે.

 

ચક્રવાતના નામ દુનિયાભરના એ ચેતવણી કેન્દ્ર રાખે છે, જે હવામાન વિભાગ અંતર્ગત આવે છે. WMO સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક આયોગના ટ્રોપિકલ સાઈક્લોન પેનલમાં 13 દેશ છે. આ દેશોમાં ભારત સિવાય પાકિસ્તાન, માલદીવ, બાંગ્લાદેશ, મ્યાનમાર, ઓમાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઈરાક, કતર, સંયુક્ત અરબ અમીરાત અને યમન સામેલ છે. ગયા વર્ષે 13 દેશો દ્વારા સૂચવેલા નામના આધાર પર ચક્રવાતોના 169 નામની એક સૂચી તૈયાર કરવામાં આવી હતી.

 

 

તોફાનનું નામ રાખતી વખતે એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે નામ નાનું અને સમજી શકાય તેવુ હોય. તોફાનોના નામ એટલે આપવામાં આવે છે કે હવામાન વિભાગે આને લઈને કનફ્યૂઝ ના રહે. તોફાનના નામ અને તેના સંબંધિત ચેતવણીઓ રજૂ કરવામાં મદદ મળે છે.

 

 

સાથે ભવિષ્યમાં જૂના ચક્રવાતો વિશે સરળતાથી જણાવી શકાય છે. આ સિવાય એક જ તટ પર એકથી વધારે તોફાન આવે છે તો એની જાણકારી પણ સરળતાથી આપી શકાય છે. સામાન્ય રીતે ટ્રોપિકલ ચક્રવાતના નામ ક્ષેત્રીય સ્તર પર નિયમો પ્રમાણે હોય છે.

 

આ પણ વાંચો: Cyclone Tauktae : આ વાવાઝોડાએ ગુજરાતમાં સર્જી હતી ભારે તારાજી, થયું હતું જાનમાલનું મોટું નુકસાન, જાણો કયારે ?

Next Article