આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા દરિયાકાંઠાના રાજ્યો માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવામાન વિભાગ (IMD on Cyclone Jawad) અનુસાર, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાની આ ગતિ એટલી ઝડપી છે કે વીજળીના થાંભલા પણ ઉખડી શકે છે. જોખમને જોતા વહીવટીતંત્રે માછીમારોને દરિયામાં ન જવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ સામાન્ય લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.
ઓડિશામાં કાર્યક્રમો રદ
ઓડિશાના પુરી જિલ્લામાં ચાલી રહેલ શાસ્ત્રીય નૃત્ય ઉત્સવ અને રેતી કલાનો કાર્યક્રમ શુક્રવારે ચક્રવાતી તોફાન જવાદને કારણે રદ કરવામાં આવ્યો છે. પુરીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમર્થ વર્માએ કહ્યું, “સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. ચક્રવાત પછી વીજળી અને પીવાના પાણીના પુરવઠા જેવી સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે ટીમો તૈયાર છે. શેલ્ટર હોમમાં રહેતા લોકોને ગરમ ખોરાક આપવામાં આવી રહ્યો છે.
જવાદની અસરને કારણે ઉત્તર આંધ્રપ્રદેશ અને કોસ્ટલ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજથી ભારે વરસાદની સંભાવના છે. બંગાળમાં વરસાદ પડશે. જવાદ હાલમાં પુરીથી 400 કિમી દૂર છે. ઓડિશા પહોંચવા પર તેની સ્પીડ 50 કિમી પ્રતિ કલાક હશે તેમ IMD ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યુ હતું.
આ જિલ્લામાં પરીક્ષા નહી યોજાય
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ એક નોટિસમાં જણાવ્યું છે કે UGC-NET 2020, જૂન 2021 ની પરીક્ષાનું શેડ્યૂલ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ, પુરી, ભુવનેશ્વર, ઓડિશાના કટક, ગંજમ જિલ્લાના બેરહમપુર અને રાયગઢ જિલ્લાના ગુનુપુર કેન્દ્રો માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યું છે. છે. એનટીએએ જણાવ્યું હતું કે કોલકાતા અને પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર, ઓડિશામાં ભુવનેશ્વર, કટક અને સંબલપુરમાં આઇઆઇએફટીના એમબીએ (ઇન્ટરનેશનલ બિઝનેસ) અભ્યાસક્રમો માટેની પ્રવેશ પરીક્ષાઓ; અને આંધ્રપ્રદેશના વિજયવાડા અને વિશાખાપટ્ટનમ કેન્દ્રો પર મુલતવી રાખવામાં આવ્યું છે.
#WATCH | Odisha: Lifeguards from the Odisha Fire & Disaster dept urge people to vacate Puri beach, in the wake of #CycloneJawad pic.twitter.com/SAM9nt7DUH
— ANI (@ANI) December 4, 2021