Cyclone Asani: ચક્રવાત ‘આસની’ના કારણે આંદામાનના કેટલાક ભાગોમાં વરસાદ, ભારે પવનો બની આફત, IMDએ આપ્યુ એલર્ટ

|

Mar 21, 2022 | 7:42 AM

IMD એ જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું દબાણ આજે ભારતીય સમય અનુસાર સવારે 8.30 વાગ્યે કાર-નિકોબાર (નિકોબાર ટાપુઓ) ના લગભગ 110 કિમી ઉત્તર અને ઉત્તર-પશ્ચિમમાં કેન્દ્રિત હતું.

Cyclone Asani: ચક્રવાત આસનીના કારણે આંદામાનના કેટલાક ભાગોમાં વરસાદ, ભારે પવનો બની આફત, IMDએ આપ્યુ એલર્ટ
Cyclone 'Asani' causes rains in some parts of Andaman

Follow us on

Cyclone Asani: ચક્રવાત આસાની(Cyclone Asani)ના પ્રભાવ હેઠળ રવિવારે વરસાદ અને ભારે પવનને કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓના (Andaman and Nicobar Islands) કેટલાક ભાગોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ટાપુઓ તરફ પ્રથમ ચક્રવાતી વાવાઝોડા(Cyclonic storms) ની ઝડપી પ્રગતિને ધ્યાનમાં રાખીને આંતર-દ્વીપ જહાજ સેવા ઉપરાંત, ચેન્નાઈ અને વિશાખાપટ્ટનમ સહિતના અન્ય વિસ્તારોમાં જહાજ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે માછીમારોને દરિયામાં ન જવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 150 NDRF જવાનોને ટાપુઓના વિવિધ ભાગોમાં તૈનાત કરવામાં આવ્યા છે અને સાવચેતીના પગલા તરીકે છ રાહત શિબિરો પણ સ્થાપિત કરવામાં આવી છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી પંકજ કુમારે કહ્યું કે હું લોકોને ન ગભરાવાની અપીલ કરું છું, કારણ કે વહીવટીતંત્ર તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લઈ રહ્યું છે. તેમણે કહ્યું કે પોર્ટ બ્લેરમાં કુલ 68 NDRF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે 25-25 જવાનોને દિગલીપુર, રંગત અને હાથબે વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે પોર્ટ બ્લેરની સાથે ઉત્તર અને મધ્ય અને દક્ષિણ આંદામાન જિલ્લામાં ભારે વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.ઉત્તર અને મધ્ય આંદામાનના જિલ્લા ડેપ્યુટી કમિશનર અંજલિ સેહરાવતે જણાવ્યું હતું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને NDRFના જવાનો દ્વારા સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે જારી કરેલી એક ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે ગઈકાલે બંગાળની ખાડી અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્રમાં આજે 20 માર્ચ, 2022 ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 5.30 વાગ્યે રચાયેલ નીચા દબાણનું ક્ષેત્ર લઘુત્તમ દબાણમાં ફેરવાઈ ગયું છે. ઝોન આગામી 24 કલાક દરમિયાન તે તીવ્ર લઘુત્તમ દબાણ વિસ્તારમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

IMD એ જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું દબાણ આજે ભારતીય સમય અનુસાર સવારે 8.30 વાગ્યે કાર-નિકોબાર (નિકોબાર ટાપુઓ) ના લગભગ 110 કિમી ઉત્તર અને ઉત્તર-પશ્ચિમમાં કેન્દ્રિત હતું. ભારતીય સમય અનુસાર બીજા દિવસે સવારે 5.30 વાગ્યે લઘુત્તમ દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. હવામાનશાસ્ત્રીઓના મતે ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા તરફ પણ આગળ વધે તેવી શક્યતા છે.

ડિરેક્ટોરેટ ઑફ શિપિંગ સર્વિસે 22 માર્ચ સુધી તમામ આંતર-ટાપુ સેવાઓને રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય વિશાખાપટ્ટનમથી MV કેમ્પબેલ જહાજ અને ચેન્નાઈ જતી MV સિંધુની યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી છે. ચક્રવાતી તોફાનના કારણે આ વિસ્તારની તમામ શાળાઓ અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે.

Published On - 7:42 am, Mon, 21 March 22

Next Article