Punjab : પટિયાલામાં આજે સાંજે 7 વાગ્યાથી કર્ફ્યુ લાગુ, હિંસા બાદ પંજાબ સરકારે લીધા કડક પગલાં

|

Apr 29, 2022 | 7:31 PM

પટિયાલામાં હિંસા બાદ સરકાર એક્શનમાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પટિયાલા જિલ્લામાં (Patiala District) કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

Punjab : પટિયાલામાં આજે સાંજે 7 વાગ્યાથી કર્ફ્યુ લાગુ, હિંસા બાદ પંજાબ સરકારે લીધા કડક પગલાં
Curfew In Patiala (File Photo)

Follow us on

પંજાબના (Punjab) પટિયાલામાં (Patiala) હિંસા (Violence in Patiala) બાદ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. પટિયાલા ડીએમએ આજથી રોજ સાંજે 7 વાગ્યાથી 30 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યા સુધી જિલ્લામાં કર્ફ્યુ લાગુ કર્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવું કરવામાં આવ્યું છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ખાલિસ્તાન વિરુદ્ધ વિરોધ માર્ચ દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી, પોલીસ કર્મચારીઓએ દરમિયાનગીરી કરી અને ભીડને વિખેરવા હવામાં ગોળીબાર પણ કર્યો હતો. આ દરમિયાન પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.

શિવસેના અને ખાલિસ્તાન તરફી શીખ જૂથ તરીકે ઓળખાતા હિન્દુ સંગઠન વચ્ચે અથડામણ થઈ હતી. અત્રે નોંધનીય છે કે, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ગઈકાલે જાહેરાત કરી હતી કે, આજે ખાલિસ્તાનનો સ્થાપના દિવસ મનાવવામાં આવશે. શિવસેનાએ ખાલિસ્તાન વિરુદ્ધ કૂચ કરવાની જાહેરાત કરી હતી. આજે બપોરે બંને જૂથોએ રેલી કાઢી હતી ત્યારે તંગદિલી વધી ગઈ હતી. તણાવ એટલો વધી ગયો કે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જો કે, માહિતી એ પણ સામે આવી છે કે બંને પક્ષોમાંથી કોઈએ પ્રદર્શન માટે પરવાનગી લીધી ન હતી.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

સીએમ માને આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી

પટિયાલા પોલીસ મહાનિરીક્ષક રાકેશ અગ્રવાલે પટિયાલામાં પત્રકારોને જણાવ્યું હતું કે, પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે અમે બહારથી પોલીસ ફોર્સ બોલાવી છે. ડેપ્યુટી કમિશનર દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી તેમની પ્રાથમિકતા છે. આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે તેઓ રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ના સંપર્કમાં છે.

માને એક ટ્વિટમાં કહ્યું કે, પટિયાલામાં અથડામણની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મેં ડીજીપી સાથે વાત કરી છે. વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ છે. અમે સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ અને રાજ્યમાં અશાંતિનું વાતાવરણ ઊભું કરવા માટે કોઈને મંજૂરી આપીશું નહીં.

શહેરમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે

મુખ્યમંત્રીએ કહ્યું છે કે, પંજાબમાં શાંતિ અને સૌહાર્દ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઘટના પર, પોલીસ મહાનિરીક્ષકે કહ્યું કે આ ઘટના એટલા માટે બની કારણ કે કેટલાક તોફાની તત્વોએ કેટલીક અફવાઓ ફેલાવી હતી. અમે હાલમાં પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. અમે પટિયાલા શહેરમાં ફ્લેગ માર્ચ કરી રહ્યા છીએ. આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા તે અંગે પૂછવામાં આવતા અગ્રવાલે કહ્યું કે તેઓ હજુ પણ તેની તપાસ કરી રહ્યા છે.

કેટલીક અફવાઓને કારણે તણાવ વધી ગયો હતો, પરંતુ હવે સ્થિતિ નિયંત્રણમાં છે, એમ તેમણે જણાવ્યું હતું. પટિયાલાના ડેપ્યુટી કમિશનર સાક્ષી સાહનીએ કહ્યું, અમે બધાને શાંતિ જાળવવા અને કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરીએ છીએ.

Next Article