ઝારખંડના બુઢા પહાડમાંથી નક્સલવાદી બહાર, 30 વર્ષથી હતો કબજો, હવે CRPFએ લગાવ્યો કેમ્પ

સીઆરપીએફના (Crpf) ડીજી કુલદીપ સિંહે કહ્યું કે આ એક મોટી ઉપલબ્ધી છે. ગૃહ મંત્રાલયની નક્સલવાદ સામે લડાઈ અંતિમ ચરણમાં છે. હવે આપણે કહી શકીએ કે બિહાર-ઝારખંડ નક્સલ મુક્ત છે.

ઝારખંડના બુઢા પહાડમાંથી નક્સલવાદી બહાર, 30 વર્ષથી હતો કબજો, હવે CRPFએ લગાવ્યો કેમ્પ
Crpf dg
| Edited By: | Updated on: Sep 21, 2022 | 9:41 PM

સીઆરપીએફના (Crpf) ડીજી કુલદીપ સિંહે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઝારખંડમાં બુઢા પહાડ, જે નક્સલ (Jharkhand Naxal) પ્રભાવિત વિસ્તાર હતો, તેને મુક્ત કરવામાં આવ્યો છે. હેલિકોપ્ટરની મદદથી ત્યાં ફોર્સ મોકલવામાં આવી છે. સુરક્ષા દળો માટે ત્યાં કાયમી કેમ્પ લગાવવામાં આવ્યો છે. આ ત્રણ અલગ અલગ ઓપરેશન હેઠળ કરવામાં આવ્યું છે. ડીજી કુલદીપ સિંહે કહ્યું કે એપ્રિલ 2022થી અત્યાર સુધી છત્તીસગઢમાં સાત, ઝારખંડમાં ચાર અને મધ્યપ્રદેશમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા છે. કુલ 578 માઓવાદીઓએ આત્મસમર્પણ/ ધરપકડ કરી છે.

સીઆરપીએફના ડીજી કુલદીપ સિંહે કહ્યું કે હવે આપણે કહી શકીએ કે બિહાર-ઝારખંડ નક્સલ મુક્ત છે. ખંડણી ટોળકીના રૂપમાં તેમની હાજરી અહીં હોઈ શકે છે, પરંતુ અહીં એવી કોઈ જગ્યા નથી, જ્યાં નક્સલવાદીઓનું વર્ચસ્વ હોય. સાથે જ બિહાર ઝારખંડમાં એવી કોઈ જગ્યા બચી નથી જ્યાં સેના પહોંચી ન શકે. ડીજી કુલદીપ સિંહે કહ્યું કે લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ (LWE)ની ઘટનાઓમાં 77 ટકાનો ઘટાડો થયો છે. 2009માં તે 2258ની સર્વકાલીન ઊંચી સપાટીએ હતો, જે હાલમાં ઘટીને 509 પર આવી ગયો છે. મૃત્યુદરમાં 85%નો ઘટાડો થયો છે.

સીઆરપીએફ એ ચલાવ્યા 3 મોટા ઓપરેશન

તમને જણાવી દઈએ કે ઝારખંડનો બુઢા પર્વત 30 વર્ષથી વધુ સમયથી નક્સલવાદીઓના કબજામાં હતો. હવે સીઆરપીએફે સંપૂર્ણ કબજો કરી લીધો છે. આ વિસ્તાર એટલી સરળતાથી કબજા હેઠળ આવ્યો નથી. આ માટે સીઆરપીએફ એ ત્રણ મોટા ઓપરેશન હાથ ધર્યા હતા. પહેલા ઓપરેશન ઓક્ટોપસ, બીજું બુલબુલ અને ત્રીજું થંડરસ્ટોર્મ હાથ ધરવામાં આવ્યું હતું.

નક્સલવાદ સામેની લડાઈનો ચાલુ અંતિમ ચરણ છે

બુઢા પહાડ ઝારખંડ અને મધ્ય પ્રદેશના ટ્રાઈ જંકશન પર છે. સીઆરપીએફના ડીજી કુલદીપ સિંહે કહ્યું કે આ એક મોટી ઉપલબ્ધી છે. ગૃહ મંત્રાલયની નક્સલવાદ સામે લડાઈ અંતિમ ચરણમાં છે. બુઢા પર્વતને કબજે કરવા માટે ઈન્ટેલિજેન્સ ક્નેક્શન પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિસ્તારમાં સોર્સ ડેવલોપ કરવામાં આવ્યા હતા. સોર્સે આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ વિસ્તારમાં 20થી વધુ ફોરવર્ડ ઓપરેટિંગ બેસ (એફઓબી) ની સ્થાપના કરવામાં આવી છે.

2022માં અત્યાર સુધીમાં 7 માઓવાદી માર્યા ગયા

સીઆરપીએફ ડીજીએ કહ્યું કે છત્તીસગઢના દંડકારણ્ય વિસ્તારમાં પણ અમે સતત જંગલો તરફ જઈ રહ્યા છીએ. અહીં જંગલ વિસ્તારમાં 19 ફોરવર્ડ ઓપરેટિંગ બેસ બનાવવામાં આવ્યા છે. અહીં સતત ઓપરેશન ચાલી રહ્યા છે. 2021માં પાંચ માઓવાદીઓ માર્યા ગયા હતા. 2022માં સાત માઓવાદી માર્યા ગયા છે. આ સાથે જ અહીં માઓવાદીઓ સતત આત્મસમર્પણ કરી રહ્યા છે.

છત્તીસગઢના કોર એરિયામાં કેટલાક વિસ્તાર એવા છે, જ્યાં અત્યારે મુશ્કેલી પડી રહી છે, પરંતુ સુરક્ષા દળો અહીં સતત કોશિશ કરી રહી છે.