Covid-19: વિદેશથી આવતા પ્રવાસીઓ માટે કડક નિયમો, આજથી 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈન જરૂરી

|

Jan 11, 2022 | 10:03 AM

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના અને ઓમિક્રોને (Omicron) જોર પકડ્યું છે આને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન (New Guidelines ) બહાર પાડી છે.

Covid-19: વિદેશથી આવતા પ્રવાસીઓ માટે કડક નિયમો, આજથી 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈન જરૂરી
corona guideline for international travelers (File)

Follow us on

New Guidelines for International Arrivals in India: ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના અને ઓમિક્રોને (Omicron) જોર પકડ્યું છે. આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. આ મુજબ, વિદેશથી આવતા તમામ પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઇન (Home quarantine)જરૂરી રહેશે. આઠમા દિવસે મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. આ New Guidelines આજથી જાહેર કરવામાં આવી રહી છે.

આ સંબંધમાં એક નિવેદન જાહેર કરતા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સંશોધિત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેથી કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ના ચેપને રોકી શકાય. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે વિદેશથી આવનાર લોકોને તાત્કાલિક બહાર જવાની કે ફરવાની પરવાનગી નથી. તેઓએ પહેલા હોમ ક્વોરેન્ટાઈન (Quarantine)માં રહેવું પડશે. આના આઠ દિવસ પછી RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે.

વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન

1.તમામ મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર પોતાના વિશે સંપૂર્ણ અને સાચી માહિતી આપવાની રહેશે. મુસાફરીની તારીખના 14 દિવસ પહેલા કરવામાં આવેલી અન્ય મુસાફરીની વિગતો પણ આપવી પડશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

2.મુસાફરે નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. આ પરીક્ષણ મુસાફરીની તારીખના મહત્તમ 72 કલાક પહેલા હોવું જોઈએ. ટેસ્ટ રિપોર્ટની વિશ્વસનીયતાનું એફિડેવિટ પણ આપવું પડશે.

3.દરેક યાત્રીએ લેખિતમાં જણાવવું પડશે કે, તેઓ ક્વોરેન્ટાઇન, હેલ્થ મોનિટરિંગ સંબંધિત તમામ નિયમોનું પાલન કરશે.

4.કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવ્યા હોવા છતાં, મુસાફરો 7 દિવસ માટે ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇનમાં રહેશે અને આઠમા દિવસે તેમનો RTPCR ટેસ્ટ થશે.

5.આઠમા દિવસે લેવાયેલ RTPCR ટેસ્ટનું પરિણામ પણ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે. નેગેટિવ આવ્યા પછી પણ, તમારે આગામી 7 દિવસ સુધી તમારા સ્વાસ્થ્યનું સેલ્ફ મૉનિટર કરવું પડશે.

આવતા મહિને ભારતમાં કોરોનાના કેસ ટોચ પર પહોંચી જશે

અમેરિકન સ્વાસ્થ્ય નિષ્ણાતો (American Health Specialist)ના મતે ભારતમાં આવતા મહિના સુધીમાં કોરોના કેસ (Corona case)ટોચ પર પહોંચી જશે. આવો જ બીજો ભય ઉભો થયો છે. અમેરિકન ફર્મ Nomuraનો દાવો છે કે જો કેસ આ ઝડપે વધતા જાય છે અને ઓમિક્રોન ફેલાતો રહે છે તો ભારતમાં દરરોજ કોરોનાના નવા કેસ 30 થઈ શકે છે અને આ દેશમાં કોરોના સંક્રમણની ટોચ હશે. જો કે, યુએસ ફર્મે જાન્યુઆરીના ત્રીજા અને ચોથા સપ્તાહની વચ્ચે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની જાણ કરી છે.

Next Article