Corona Virus: દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નવા 3,500થી વધુ કેસ નોંધાયા

દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 193.83 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 11,67,037 ડોઝ આપવામાં આવ્યા છે. આ રીતે અત્યાર સુધીમાં 1,93,96,47,071 ડોઝ આપવામાં આવ્યા છે.

Corona Virus: દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નવા 3,500થી વધુ કેસ નોંધાયા
File Image
| Edited By: | Updated on: Jun 04, 2022 | 11:27 AM

દેશમાં કોરોનાના (Corona Virus) નવા કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 4 હજાર નવા કેસ નોંધાયા છે. ગઈકાલે એટલે કે શુક્રવારે 84 દિવસ પછી કોરોનાના 4,041 નવા કેસ નોંધાયા હતા, જોકે ગઈકાલની સરખામણીમાં આજે નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે અને તે ઘટીને 4 હજાર પર આવી ગયો છે. શનિવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના 3,962 નવા કેસ નોંધાયા છે. સતત વધી રહેલા કેસોને કારણે દેશમાં સક્રિય કેસોની સંખ્યા પણ વધી રહી છે અને આજે તે 22 હજારને વટાવીને 22,416 પર પહોંચી ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 3,962 નવા કેસ આવવાને કારણે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,31,72,547 થઈ ગઈ છે, જ્યારે 26 વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે અને મૃતકઆંક વધીને 5,24,677 થયો છે. ગઈકાલે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,041 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 10 દર્દીઓના મોત થયા હતા.

એક્ટિવ કેસ 22 હજારને પાર

સતત વધી રહેલા કેસની વચ્ચે દેશમાં સક્રિય કેસોની સંખ્યા હવે 22 હજારને વટાવી ગઈ છે. નવી માહિતી અનુસાર દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 21,177થી વધીને 22,416 થઈ ગઈ છે. ગઈકાલની સરખામણીમાં સક્રિય કેસોમાં 1,239નો વધારો થયો છે. તે જ સમયે દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,697 દર્દીઓ સાજા થયા છે. આવી સ્થિતિમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા હવે વધીને 4,26,25,454 એટલે કે 98.74 ટકા થઈ ગઈ છે.

જ્યાં સુધી દેશમાં ફરી કેસ વધી રહ્યા છે, ત્યાં કોરોના સામે રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 193.83 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 11,67,037 ડોઝ આપવામાં આવ્યા છે. આ રીતે અત્યાર સુધીમાં 1,93,96,47,071 ડોઝ આપવામાં આવ્યા છે.

26માંથી 20 મૃત્યુ એકલા કેરળમાં

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મૃત્યુ પામેલા 26 લોકોમાંથી 20 લોકો માત્ર કેરળના છે. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.05 ટકા થઈ ગઈ છે. તે જ સમયે, દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.73 ટકા છે.

નવા ડેટા અનુસાર દૈનિક ચેપ દર 0.89 ટકા છે, જ્યારે સાપ્તાહિક ચેપ દર 0.77 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,26,25,454 લોકો ચેપ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.22 ટકા છે.