Yasin Malik Case: આતંકી યાસીન મલિકને પટિયાલા હાઉસ કોર્ટે ફટકારી આજીવન કેદની સજા, ટેરર ફંડિગ મામલે હતો દોષી

|

May 25, 2022 | 7:57 PM

Yasin Malik Case: યાસીન મલિક પર ઘણા કાશ્મીરી યુવાનોને આતંકવાદી ઘટનાઓમાં સામેલ થવા માટે ઉશ્કેરવાનો પણ આરોપ છે. આ ક્રમમાં ભારતીય દંડ સંહિતાની કલમ 120-B (ગુનાહિત કાવતરું) અને 124-A (રાજદ્રોહ) હેઠળ આરોપો મૂકવામાં આવ્યા છે.

Yasin Malik Case: આતંકી યાસીન મલિકને પટિયાલા હાઉસ કોર્ટે ફટકારી આજીવન કેદની સજા, ટેરર ફંડિગ મામલે હતો દોષી
Yasin Malik

Follow us on

આતંકી  યાસીન મલિકને (Yasin Malik) ટેરર ફંડિંગ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે અને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કડક સુરક્ષા વચ્ચે NIA કોર્ટે આ નિર્ણય આપ્યો છે. આ ઉપરાંત યાસીન મલિક પર 10 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. આજીવન કેદ ઉપરાંત અન્ય એક કેસમાં યાસીન મલિકને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. કુલ બે કેસમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

19 મેના રોજ દોષિત ઠેરવવામાં આવ્યો હતો

NIA કોર્ટે 19 મેના રોજ આ કેસમાં યાસીન મલિકને દોષિત જાહેર કર્યો હતો. NIAએ તપાસ બાદ કહ્યું હતું કે લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન, જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ અને જૈશ-એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે મળીને જમ્મુમાં લોકો અને સુરક્ષા દળો પર હુમલા કરીને શાંતિને ખલેલ પહોંચાડે છે. NIAએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે અલગતાવાદી પ્રવૃત્તિઓને રાજકીય સમર્થન આપવા માટે 1993માં ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સની પણ રચના કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે યાસીનનું નામ કેટલા દેશદ્રોહના કેસોમાં સામેલ છે અને કયા કેસમાં તેનું નામ જોડાયેલુ છે

વાયુસેનાના જવાનોને મારવામાં હાથ

25 જાન્યુઆરી, 1990ના રોજ શ્રીનગરના રાવલપોરામાં આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના જવાનો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 40 લોકો ઘાયલ થયા હતા, જ્યારે ચાર જવાન શહીદ થયા હતા. કહેવાય છે કે એરફોર્સના જવાનો એરપોર્ટ જવા માટે બસની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આતંકીઓએ તેમના પર હુમલો કર્યો. મલિક પર આ ઘટનામાં એરફોર્સના જવાનોની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો અને તેણે આંતરરાષ્ટ્રીય મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પણ આ વાત સ્વીકારી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રીનું અપહરણ

યાસીન મલિક 1989માં તત્કાલિન કેન્દ્રીય ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબૈયા સઈદના અપહરણમાં પણ સામેલ હોવાનું કહેવાય છે. પાકિસ્તાની સમર્થન અને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનો માસ્ટરમાઈન્ડ યાસીન મલિક હંમેશા વિનાશ સર્જવાનો પ્રયાસ કરતો હતો. યાસીન મલિક પર પાકિસ્તાન પાસેથી હથિયાર લેવાનો પણ આરોપ હતો.

હાફિઝ સઈદ સાથે કરી હતી ભૂખ હડતાળ

ભારતમાં અનેક આતંકવાદી ઘટનાઓને અંજામ આપનાર હાફિઝ સઈદે યાસીન મલિક સાથે ભૂખ હડતાળ કરી હતી. 2013માં યાસીન મલિક અને લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ બંનેએ પાકિસ્તાનમાં ભૂખ હડતાલ કરી હતી. ભૂખ હડતાળ પર જવાનું કારણ અફઝલ ગુરુની ફાંસીનો વિરોધ હતો. જણાવી દઈએ કે સંસદ હુમલા માટે અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી.

કાશ્મીરી યુવાનોને ઉશ્કેરવાનો આરોપ

યાસીન મલિક પર ઘણા કાશ્મીરી યુવાનોને આતંકવાદી ઘટનાઓમાં સામેલ થવા માટે ઉશ્કેરવાનો પણ આરોપ છે. આ ક્રમમાં ભારતીય દંડ સંહિતાની કલમ 120-B (ગુનાહિત કાવતરું) અને 124-A (રાજદ્રોહ) હેઠળ આરોપો મૂકવામાં આવ્યા છે.

Published On - 6:16 pm, Wed, 25 May 22

Next Article