Corona Virus : તામિલનાડુમાં 23 જાન્યુઆરીએ સંપૂર્ણ લોકડાઉન, સીએમ સ્ટાલિને કરી જાહેરાત

|

Jan 21, 2022 | 6:30 PM

તમિલનાડુમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુરુવારે, અહીં 28561 નવા કેસ નોંધાયા હતા, જે પછી સંક્રમિતોની સંખ્યા 3042796 પર પહોંચી ગઈ છે.

Corona Virus : તામિલનાડુમાં 23 જાન્યુઆરીએ સંપૂર્ણ લોકડાઉન, સીએમ સ્ટાલિને કરી જાહેરાત
Complete lockdown on 23 January in Tamilnadu announces CM Stalin

Follow us on

દેશમાં કોરોનાના વધતા જતા કેસોને (Corona Cases) જોતા ઘણા રાજ્યોમાં વીકએન્ડ કર્ફ્યુ અને નાઇટ કર્ફ્યુ લાગુ છે. દરમિયાન, તમિલનાડુ સરકારે રવિવારે એટલે કે 23 જાન્યુઆરીએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન (Complete Lockdown) લાદવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને (MK Stalin) શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. તેમણે જાહેરાત કરી છે કે 23 જાન્યુઆરીએ તમિલનાડુમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે.

સમગ્ર લોકડાઉન દરમિયાન રાજ્યમાં શાળાઓ, કોલેજો, ઓફિસ, બજારો, મોલ, સ્પા તમામ બંધ રહેશે. જોકે, ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. અગાઉ, રાજ્યમાં 9 જાન્યુઆરી અને 16 જાન્યુઆરીએ પણ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યમાં રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ પણ લાગુ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

તમિલનાડુમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુરુવારે, અહીં 28561 નવા કેસ નોંધાયા હતા, જે પછી સંક્રમિતોની સંખ્યા 3042796 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 1,79205 થઈ ગઈ છે.

બીજી તરફ દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 3 લાખ 47 હજારથી વધુ કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. ગુરુવારની સરખામણીમાં આજે દેશમાં 29,722 વધુ કેસ નોંધાયા છે. ગુરુવારે, કોરોના વાયરસના 3,17,532 કેસ હતા. નવા કેસ ઉમેર્યા પછી, દેશમાં સક્રિય કેસની સંખ્યા 20 લાખને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ખતરનાક વાયરસને કારણે અત્યાર સુધીમાં 4,88,396 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. દેશમાં તેની સંખ્યા હવે 10 હજારની નજીક પહોંચી ગઈ છે.

મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં ચેપને કારણે મૃત્યુના 703 કેસ નોંધાયા છે. તેમાંથી કેરળમાં 341 અને દિલ્હીમાં 43 કેસ નોંધાયા છે. ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કુલ 48,83,961 લોકો સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે, જેમાંથી મહારાષ્ટ્રમાં 1,41,971, કેરળમાં 51,501, કર્ણાટકમાં 38,515, તમિલનાડુમાં 37,112, દિલ્હીમાં 25,503 ઉત્તર પ્રદેશમાં 23,000 અને પશ્ચિમ બંગાળના 20,230 લોકો હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી. મંત્રાલયે તેની વેબસાઈટ પર કહ્યું કે તેના આંકડા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો –

Delhi Weekend Curfew: એલજીએ વીકએન્ડ કર્ફ્યુ હટાવવાની મંજૂરી ના આપી, ઓફિસમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવા સંમત

આ પણ વાંચો –

UP Assembly Election 2022 : Congressનું યુવાનો માટે Youth Manifesto, 20 લાખ નોકરીઓની ખાતરી

Next Article