Coronavirus: PM કેયર્સ ફંડમાંથી ખરીદવામાં આવશે 1 લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સનટ્રેટર્સ

|

Apr 28, 2021 | 8:13 PM

કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં નક્કી કરવામાં આવ્યુ છે કે પીએમ કેયર્સ ફંડથી 1 લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સનટ્રેટર્સ ખરીદવામાં આવશે.

Coronavirus: PM કેયર્સ ફંડમાંથી ખરીદવામાં આવશે 1 લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સનટ્રેટર્સ
PM Modi (File Image)

Follow us on

Coronavirus: કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં નક્કી કરવામાં આવ્યુ છે કે પીએમ કેયર્સ ફંડથી 1 લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સનટ્રેટર્સ ખરીદવામાં આવશે. આ સાથે સાથે 500 નવા પ્રેશર સ્વિંગ એબ્જોર્પશન ઓક્સિજન પ્લાંટ લગાવવા માટે પણ પીએમ કેયર્સ ફંડના પૈસાનો ઉપયોગ થશે. પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી એક હાઈ લેવલ મીટિંગ બાદ નક્કી કરવામાં આવ્યુ છે. આ મીટિંગમાં મેડિકલ ઓક્સિજન સપ્લાઈમાં થઈ રહેલી મુશ્કેલીઓ વિશે પણ વાત કરવામાં આવી હતી.

 

 

પીએમ મોદીએ મીટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને નિર્દેશ આપ્યો કે જેમ બને તેમ ઓક્સિજન કોન્સનટ્રેટર્સ પહેલા એ રાજ્યોને આપવામાં આવે જ્યાં કેસ વધારે છે. આ પહેલા પીએમ કેયર્સ ફંડથી 713 નવા પ્રેશર સ્વિંગ એબ્ઝોર્પશન ઓક્સિજન પ્લાંટ લગાવવાની વાત કહેવામાં આવી હતી. આ ઓક્સિજન પ્લાંટ્સ જિલ્લા સ્તર પર લાગવાના છે. પીએમ કેયર્સ ફંડમાંથી જે નવા 500 ઓક્સિજન પ્લાંટ બનાવવાની વાત થઈ છે, તેને DRDO તૈયાર કરશે.

 

પોર્ટેબલ ઓક્સિજન કોન્સનટ્રેટર્સ, નવા પીસીએસ, ઓક્સિજન પ્લાન્ટથી ખાસ કરીને જિલ્લા મુખ્યાલય, નાના શહેરોમાં ઓક્સિજનની ઉપલબ્ધતા વધશે. આગળ તેમણે કહ્યું કે પીએસએ પ્લાન્ટ, પોર્ટેબલ ઓક્સિજન કોન્સનટ્રેટર્સથી માંગ વાળી જગ્યા પર ઓક્સિજનનો સપ્લાઈ થશે.

 

આ પણ વાંચો: Coronavirus : ફર્ટિલાઇઝર કપંનીઓ પણ આવી મદદે, કોરોના દર્દીઓ માટે કરશે ઓક્સીજન સપ્લાઇ

Next Article