OMICRONના 8 નવા વેરિઅન્ટમાં વધી રહ્યો છે કોરોનાનો ગ્રાફ, છેલ્લા 24 કલાકમાં 2380 નવા કેસ ચોથી લહેર તરફ કરે છે ઈશારો

|

Apr 21, 2022 | 5:32 PM

દેશમાં કોરોના સંક્રમણની ઝડપ ફરી એકવાર વધવા લાગી છે. દરરોજ કોરોનાનો (Corona) ગ્રાફ ઉપર ચઢી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોના સંક્રમણના 2380 નવા કેસ નોંધાયા છે.

OMICRONના 8 નવા વેરિઅન્ટમાં વધી રહ્યો છે કોરોનાનો ગ્રાફ, છેલ્લા 24 કલાકમાં 2380 નવા કેસ ચોથી લહેર તરફ કરે છે ઈશારો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

દેશમાં કોરોના સંક્રમણની (Corona Infection) ઝડપ ફરી એકવાર વધવા લાગી છે. દરરોજ કોરોનાનો (Corona) ગ્રાફ ઉપર ચઢી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોના સંક્રમણના 2380 નવા કેસ નોંધાયા છે. કોરોનાના નવા સંક્રમણ પાછળ નિષ્ણાતો ઓમિક્રોનના (Omicron) 8 નવા વેરિઅન્ટને જવાબદાર માની રહ્યા છે. એલબીએસ હોસ્પિટલના વીસી, ડો એસકે સરીને જણાવ્યું હતું કે, ઓમિક્રોનના નવા પ્રકારો બહાર આવવાની સંભાવના છે. અમારી ટીમ ઘણા નમૂનાઓનું પરીક્ષણ કરી રહી છે. અત્યાર સુધીની તપાસ મુજબ ઓમિક્રોનના 8 વેરિઅન્ટ છે જેમાંથી એક વેરિઅન્ટ સૌથી ખતરનાક છે. અમે તેના વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ઓમિક્રોનના 8 વેરિઅન્ટ્સ ટેન્શન વધારી રહ્યા છે

છેલ્લા 24 કલાકમાં દેશની રાજધાનીમાં કોરોનાના 1009 કેસ નોંધાયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. મંગળવારે કોરોનાના 601 કેસ નોંધાયા હતા. બુધવારે પણ ચેપનું પ્રમાણ વધ્યું છે. મંગળવારે કોરોના સંક્રમણ દર 4.42% હતો, જે આજે વધીને 5.70 ટકા થઈ ગયો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 13,433 થઈ ગઈ છે

ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 2,380 નવા કેસ સામે આવતાં દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,49,974 થઈ ગઈ છે. તે જ સમયે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ વધીને 13,433 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં સંક્રમણને કારણે વધુ 56 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 5,22,062 થઈ ગયો છે. તે જ સમયે, દેશમાં કોવિડ-19 માટે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 13,433 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.03 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 1,093 દર્દીઓનો વધારો નોંધાયો છે. તે જ સમયે, દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.76 ટકા છે.

(ભાષા ઇનપુટ સાથે)

આ પણ વાંચો: Gautam Adani 10 હજાર કરોડના રોકાણ દ્વારા 25 હજાર રોજગારીની તક ઉભી કરશે, જાણો વિગતવાર

આ પણ વાંચો: Maharashtra Open School Results 2022: મહારાષ્ટ્ર ઓપન સ્કૂલ ધોરણ 5 અને 8 નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 4:53 pm, Thu, 21 April 22

Next Article