Corona Vaccine: વિશ્વમાં પ્રથમ કાનપુરમાં થશે બે વર્ષના બાળકો પર કોરોના વેક્સિનનું ટ્રાયલ

|

Jun 10, 2021 | 5:30 PM

Corona Vaccine :  કોરોના વેક્સિન કંપની ભારત બાયોટેક દ્વારા કોવેક્સિનનું (Covaxin) બાળકો પર વેકસિન ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આગામી સમયમાં બે થી છ વર્ષનાં બાળકોનું પણ વેક્સિન ટ્રાયલ (Vaccine Trial) કરવામાં આવશે.

Corona Vaccine: વિશ્વમાં પ્રથમ કાનપુરમાં થશે બે વર્ષના બાળકો પર કોરોના વેક્સિનનું ટ્રાયલ
Covaxin Trial

Follow us on

Corona Vaccine :  કોરોના વેક્સિન કંપની ભારત બાયોટેક દ્વારા કોવેક્સિનનું (Covaxin) બાળકો પર વેકસિન ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આગામી સમયમાં બે થી છ વર્ષનાં બાળકોનું પણ વેક્સિન ટ્રાયલ કરવામાં આવશે.

કોરોનાની બીજી લહેરનો(Second Wave)  સમગ્ર દેશમાં પ્રકોપ જોવા મળી રહ્યો છે,ત્યારે કોરોનાં સંક્રમણને રોકવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને જ માનવામાં આવે છે. સરકાર પણ વેક્સિનેસન અભિયાનને (Vaccination Compeign)વેગ આપવા માટે પ્રયત્નો કરી રહી છે, સરકારે 21 જુનથી અઢાર વર્ષથી ઉપરનાં તમામ લોકોને મફતમાં વેક્સિન આપવાની જાહેરાત કરી છે.

બે વર્ષના બાળકો પર કોવેક્સિનનું થશે ટ્રાયલ

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

વિશ્વમાં પ્રથમ કાનપુરમાં બે થી છ વર્ષનાં બાળકો પર કોરોના વેક્સિનનું ટ્રાયલ ભારત બાયોટેક દ્વારા કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે,અત્યાર સુધીમાં બે વર્ષનાં બાળકો પર વેક્સિનનું ટ્રાયલ (Vaccine Trial)કરવામાં આવ્યું નથી. હાલ,ભારત બાયોટેકની(Bharat Biotech)  કોવેક્સિન દ્વારા 12 થી 18 વર્ષનાં બાળકો પર વેક્સિન ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે

પ્રતિકાત્મક તસવીર

આર્યનગરની પ્રખર હોસ્પિટલમાં ભારત બાયોટેક દ્વારા બાળકોનું પરીક્ષણ (Trial) કરવામાં આવી રહ્યું છે. જેમાં બાળકોને બે વર્ષથી છ વર્ષ, છ વર્ષથી 12 વર્ષ અને 12 વર્ષથી 18 વર્ષના ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા છે.

પ્રથમ દિવસે, 12 થી 18 વર્ષના વીસ બાળકોને વેક્સિન આપવામાં આવી હતી,જ્યારે  બીજા દિવસે,6 થી 12 વર્ષનાં પાંચ બાળકોને વેક્સિન આપવામાં આવી હતી અને  રસીકરણ પછી બાળકોને 45 મિનિટ સુધી નિરીક્ષણ હેઠળ(Under Supervision) પણ રાખવામાં આવ્યા હતા,જેમાં બાળકોમાં કોઈ આડઅસર જોવા મળી નહોતી .

કોવેક્સિન ટ્રાયલના મુખ્ય ઈન્વેસ્ટીગેટર (Chief Investigator)અને બાળ રોગનાં નિષ્ણાંત (Child Disease Specialist)વી.એન.ત્રિપાઠીએ જણાવ્યું હતું કે,”બે વર્ષનાં બાળકો પર કોરોના વેક્સિનનું ટ્રાયલ એ દુનિયાનું પહેલું વેક્સિન ટ્રાયલ હશે.”

કાનપુર બન્યું છે વેક્સિન ટ્રાયલનું હબ

કોવેક્સિન ઉપરાંત રશિયાની સ્પુતનિક(Sputnik) અને ઝાયડસ કેડિલાની (Zydus Cadilla) વેક્સિનનું પણ અહીં ટ્રાયલ કરવામાં આવ્યું હતુ. હવે , બાળકો પર કોવેક્સિનનાં ટ્રાયલ પછી, અન્ય કંપનીઓ પણ તેમની રસીના ટ્રાયલ માટેની યોજના બનાવી રહી છે. મહત્વપૂર્ણ છે કે,આવતા મહિને બાળકો માટે  નેઝલ વેક્સિન (Nasal Vaccine)પણ આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

 

Next Article