Corona Vaccine : ભારતમાં 21 દિવસમાં 50 લાખ લોકોને લાગી કોરોના વેક્સિન, જાણો બીજા દેશની સ્પીડ

Corona Vaccine : ભારતમાં હાલ દુનિયાનું સૌથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી 50 લાખ લોકોએ કોરોના વેક્સિન લીધી છે. આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ મનોહર અગનાનીએ કહ્યું કે માત્ર 21 દિવસમાં 50 લાખ લોકોએ Corona વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે.

Corona Vaccine : ભારતમાં 21 દિવસમાં 50 લાખ લોકોને લાગી કોરોના વેક્સિન, જાણો બીજા દેશની સ્પીડ
Corona Vaccine
| Edited By: | Updated on: Feb 06, 2021 | 7:07 AM

Corona Vaccine : ભારતમાં હાલ દુનિયાનું સૌથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી 50 લાખ લોકોએ કોરોના વેક્સિન લીધી છે. આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ મનોહર અગનાનીએ કહ્યું કે માત્ર 21 દિવસમાં 50 લાખ લોકોએ Corona વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે. જયારે અમેરિકાને આની માટે 24 દિવસનો સમય લાગ્યો હતો. જયારે બ્રિટેનમાં 50 લાખ લોકોને વેક્સિન લેવા માટે 43 દિવસનો સમય લાગ્યો હતો અને ઇઝરાયલમાં 45 દિવસમાં 50 લાખ લોકોએ વેકસીન લીધી હતી.

અધિક સચિવ મનોહર અગનાની અનુસાર આજે સાંજે 6 વાગે સુધી કુલ 52,90,474 લોકોએ કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. તેમણે કહ્યું કે વેકસીનેશન માટે કુલ 1,04,781 સેશન આયોજિત કરવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરીએ વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. મનોહર અગનાનીએ કહ્યું કે ભારતમાં સૌથી ઓછા સમયમાં 50 લાખ લોકોએ વેક્સિન આપવામાં આવી છે.

દેશમાં 16 જાન્યુઆરીમાં દેશમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ વેક્સિનની સાઇડ ઇફેક્ટના ગંભીર કેસ સામે આવ્યા નથી. આરોગ્ય મંત્રાલયના અધિવ સચિવે આપેલી જાણકારી મુજબમાં વેક્સિન લગાવ્યા બાદ 27 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીને વેક્સિન આપ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો નથી. તેમજ આ વેકસીનેશન અભિયાન બાદ કુલ 22 લોકોના મોત થયા છે. જ્યારે વેક્સિન લેવામાં લીધે છેલ્લા ચોવીસ કલાકમાં એક વ્યક્તિનું મોત થયું છે.

Published On - 6:59 am, Sat, 6 February 21