Corona Vaccine: 11 કરોડ લોકોએ નથી લીધો કોરોના રસીનો બીજો ડોઝ, 2 નવેમ્બરથી ઘરે-ઘરે રસીકરણ કરાશે

|

Oct 28, 2021 | 6:43 PM

જે જિલ્લાઓમાં રસીકરણ અંગે નબળી કામગીરી જોવા મળી છે ત્યાં રસીકરણ માટે ડોર ટુ ડોર ઝુંબેશ ચલાવવા જણાવાયું છે. 'હર ઘર દસ્તક'ના નામે ચલાવવામાં આવનાર આ અભિયાન આવતા મહિનાથી શરૂ કરવામાં આવશે

Corona Vaccine: 11 કરોડ લોકોએ નથી લીધો કોરોના રસીનો બીજો ડોઝ, 2 નવેમ્બરથી ઘરે-ઘરે રસીકરણ કરાશે
110 million people do not get second dose of corona vaccine (File Image)

Follow us on

Corona Vaccine: કોરોના રસીકરણ (Corona Vaccination)અંગે નબળી કામગીરી કરનારા જિલ્લાઓમાં આવતા મહિનાથી ડોર ટુ ડોર ઝુંબેશ હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ અભિયાન 2 નવેમ્બરે શરૂ કરવામાં આવશે. હકીકતમાં, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા(Mansukh Mandaviya)એ તાજેતરમાં આરોગ્ય પ્રધાનો અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં જે જિલ્લાઓમાં રસીકરણ અંગે નબળી કામગીરી જોવા મળી છે ત્યાં રસીકરણ માટે ડોર ટુ ડોર ઝુંબેશ ચલાવવા જણાવાયું છે. ‘હર ઘર દસ્તક’ના નામે ચલાવવામાં આવનાર આ અભિયાન આવતા મહિનાથી શરૂ કરવામાં આવશે. 

એવું કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લઈ ચૂકેલા 11 કરોડથી વધુ લોકોએ બે ડોઝ વચ્ચેનો નિર્ધારિત અંતરાલ પૂરો થયા પછી પણ બીજો ડોઝ આપ્યો નથી. સરકારના ડેટામાં આ વાત સામે આવી છે.આંકડા દર્શાવે છે કે 3.92 કરોડથી વધુ લાભાર્થીઓએ છ સપ્તાહથી વધુ સમયથી બીજો ડોઝ લીધો નથી. એ જ રીતે, લગભગ 1.57 કરોડ લોકોએ કોવિશિલ્ડ અથવા કોવેક્સિનનો બીજો ડોઝ ચારથી છ અઠવાડિયામાં લીધો છે અને 15 કરોડથી વધુ લોકોએ બેથી ચાર અઠવાડિયા મોડા લીધા છે. 

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

કોવિશિલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે 12 અઠવાડિયાનું અંતર છે, જ્યારે કોવેક્સિનના બે ડોઝ વચ્ચે ચાર અઠવાડિયાનું અંતર જાળવવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને એવા લાભાર્થીઓને બીજા ડોઝને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે જેમણે નિર્ધારિત અંતરાલ સમાપ્ત થયા પછી પણ બીજો ડોઝ લીધો નથી.

મળતી માહિતી મુજબ, મનસુખ માંડવિયાએ બેઠક દરમિયાન કોવિડ રસીકરણ, વડાપ્રધાનના આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અને ઈમરજન્સી કોવિડ-19 રિસ્પોન્સ પેકેજ અંગે ચર્ચા કરી હતી. કોઈપણ જિલ્લો સંપૂર્ણ રસીકરણ વિનાનો ન હોવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. “હર ઘર દસ્તક” રસીકરણ ઝુંબેશ આગામી એક મહિનામાં ઘરે-ઘરે રસીકરણ કરવા માટે રસીકરણ અંગે નબળી કામગીરી કરનારા જિલ્લાઓમાં સંપૂર્ણ રસીકરણ માટે હાથ ધરવામાં આવશે.

Published On - 6:42 pm, Thu, 28 October 21

Next Article