કોરોના રસીકરણના 100 કરોડ ડોઝનો આંકડો ગુરુવારે પૂર્ણ થશે, રામ મનોહર લોહિયા હોસ્પિટલ જશે પીએમ મોદી 

|

Oct 20, 2021 | 10:45 PM

આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સવારે 10:30 વાગ્યે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલની મુલાકાત લેશે અને ફ્રન્ટ લાઈનના કાર્યકરોને મળશે.

કોરોના રસીકરણના 100 કરોડ ડોઝનો આંકડો ગુરુવારે પૂર્ણ થશે, રામ મનોહર લોહિયા હોસ્પિટલ જશે પીએમ મોદી 
કોરોના વેક્સિનેશન (સાંકેતીક તસવીર)

Follow us on

ગુરૂવારે દેશ કોવિડ 19 મહામારી (Covid 19 Pandemic) સામે ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યો છે. આવતીકાલે એટલે કે 21 ઓક્ટોબરે દેશમાં કોરોના રસીકરણના (Corona Vaccination) 100 કરોડ ડોઝનો આંકડો પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સવારે 10:30 વાગ્યે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલની મુલાકાત લેશે અને ફ્રન્ટ લાઇનના કાર્યકરોને મળશે.

 

વડાપ્રધાન મોદી ત્યાં રમાકાંત નામના સુરક્ષા ગાર્ડને પણ મળશે. રમાકાંત આરએમએલમાં પોસ્ટેડ છે અને તેમણે ફ્રન્ટલાઈન વર્કર તરીકે કોરોનાનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે. પ્રધાનમંત્રી કોરોના વાઈરસનો પ્રથમ ડોઝ લેનારા ડોકટરોને પણ મળશે. ફ્રન્ટલાઈન વર્કર તરીકે પ્રધાનમંત્રી એસઆઈએસ કંપનીના ગાર્ડ રમાકાંતને મળશે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

 

થીમ સોંગ લોન્ચ કરવામાં આવશે

બીજી બાજુ કોરોના રસીના 100 કરોડ ડોઝ પૂર્ણ થયા બાદ એક ખાસ કાર્યક્રમ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉપલબ્ધીને લઈને થીમ સોંગ પણ લોન્ચ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેવું રસીકરણ 100 કરોડનો આંકડો પાર થશે એટલે તરત જ આ થીમ સોંગ દેશભરના તમામ જાહેર સ્થળો જેમ કે રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેન્ડ પર એક સાથે સંભળાવવામાં આવશે.

 

કૈલાશ ખેરના અવાજમાં આ થીમ સોંગ 100 કરોડ ડોઝ પછી લોન્ચ કરવામાં આવશે. બીજી બાજુ શનિવારે પણ એક ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ગીત રસીકરણના પ્રચાર માટે હતું, જે પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ તેલ અને ગેસ કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું હતું. આ ગીતને પણ કૈલાશ ખેરે અવાજ આપ્યો હતો.

 

કોવિન એપ પર રિવર્સ કાઉન્ટડાઉન

તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે કોવિન એપ પર રિવર્સમાં કાઉન્ટડાઉન થશે, જેમાં જણાવવામાં આવશે કે 100 કરોડ ડોઝમાં કેટલા ડોઝ બાકી છે. આ સાથે #VaccineCentury પણ ચલાવવામાં આવશે. માહિતી અનુસાર આ ખાસ પ્રસંગે સ્પાઈસ જેટ તેની  10 ફ્લાઇટ્સને આઉટર કવર  કરશે. ખાસ વાત એ હશે કે તેના પર 100 કરોડ ડોઝ લખવામાં આવશે. જ્યારે 100 કરોડ ડોઝ પૂર્ણ થવાના આ ખાસ પ્રસંગ પર સરકાર કોરોના યોદ્ધાઓને પણ અભિનંદન આપશે.

 

 

આ પણ વાંચો :  PM Modi: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે સરકાર ગંભીર, પીએમ મોદીએ તેલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી

 

Next Article