કોરોનાથી રહો સાવચેત ! માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને ટેસ્ટ…કોરોનાના વધતા કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયએ એડવાઈઝરી કરી જાહેર

|

Mar 25, 2023 | 6:42 PM

કોરોનાના ખતરા વચ્ચે ફ્લૂના ઘણા કેસો પણ સામે આવી રહ્યા છે, જે ઘાતક બની રહ્યા છે. સામાન્ય માણસના સ્વાસ્થ્ય પર બે તરફી હુમલાની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં કોરોના વાયરસ દરમિયાન અનુસરવામાં આવેલા નિયમોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે.

કોરોનાથી રહો સાવચેત ! માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને ટેસ્ટ...કોરોનાના વધતા કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયએ એડવાઈઝરી કરી જાહેર
Corona Case

Follow us on

દેશમાં કોરોના વાયરસની લહેર ફરી એકવાર દસ્તક આપી રહી છે. તાજેતરમાં, કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોરોનાના ખતરા વચ્ચે ફ્લૂના ઘણા કેસો પણ સામે આવી રહ્યા છે, જે ઘાતક બની રહ્યા છે. સામાન્ય માણસના સ્વાસ્થ્ય પર બે તરફી હુમલાની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં કોરોના વાયરસ દરમિયાન અનુસરવામાં આવેલા નિયમોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Gujarati Video: માવઠાથી પરેશાન ખેડૂતો માટે રાહતના સમાચાર, આવતીકાલથી ઘટશે વરસાદનું જોર, ગરમીનો પારો વધવાની આગાહી

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એવા સમાચાર પણ આવી રહ્યા છે કે આગામી મહિનાની 10 અને 11 એપ્રિલે કોરોના વાયરસ સામે લડવા માટે આપણા દેશમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એક મોકડ્રીલ કરવામાં આવશે. જેમાં તેને લગતી તમામ સુવિધાઓ, સ્ટાફ અને દવાઓના સ્ટોકની તપાસ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ભારતમાં આ પ્રકારની મોકડ્રીલ કરવામાં આવી છે જ્યારે પાડોશી દેશ ચીનમાં કોરોનાની ભયાનક લહેર આવી હતી.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

આરોગ્ય મંત્રાલય રાજ્ય સરકારો સાથે ચર્ચા કરવા માટે 27 માર્ચે સાંજે 4.30 કલાકે બેઠક યોજશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાશે. આ બેઠકમાં મોકડ્રીલને લગતી તમામ માહિતી આપવામાં આવશે.

આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે, અહીં વાંચો…

  1. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે. તેમજ ઓછા વેન્ટિલેટેડ સ્થળોએ જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધો માટે ખાસ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
  2. તબીબો, દર્દીઓ અને ત્યાંના સ્ટાફે તમામ આરોગ્ય કેન્દ્રોમાં માસ્ક પહેરવા પડશે. તેનાથી વાયરસના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે.
  3. મંત્રાલયે કહ્યું છે કે માસ્કનો ઉપયોગ બંધ સ્થળોએ અને જાહેર સ્થળોએ જરૂર કરો.
  4. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ખાંસી અને છીંકતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને છીંક આવે કે ખાંસી આવે ત્યારે તમારા મોંને સ્વચ્છ રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકી લો.
  5. એડવાઈઝરીમાં હાથ સાફ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. એવી સલાહ આપવામાં આવી છે કે જો આ સુવિધા ઉપલબ્ધ ન હોય તો લોકોએ તેમના હાથ વારંવાર ધોવા જોઈએ અને સેનિટાઇઝ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
  6. એડવાઈઝરીમાં સાર્વજનિક સ્થળોએ થૂંકનારા લોકોને આવું ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
  7. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ તમારી તપાસ કરાવો.
  8. મંત્રાલયે કહ્યું છે કે જો તમે ફ્લૂ અથવા કોરોનાના કોઈપણ લક્ષણોથી પીડિત છો, તો અન્ય લોકોને મળશો નહીં.
Next Article