Corona Update: ભારતમાં નીચે ઉતર્યો કોરોનાનો ગ્રાફ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2, 288 નવા કેસ,10ના મોત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Health Ministry)ના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના Covid-19) સંક્રમણથી 10 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે મૃતકોનો આંકડો 5,24,103 થયો છે. જ્યારે કોવિડની સારવાર (Corona Virus) લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 19, 637 થઈ છે.

Corona Update: ભારતમાં નીચે ઉતર્યો કોરોનાનો ગ્રાફ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2, 288 નવા કેસ,10ના મોત
corona update
| Edited By: | Updated on: May 10, 2022 | 5:06 PM

ભારતમાં (India) ગત 24 કલાકમાં કોરોનાના નવા 2, 288 નવા કેસ નોંધાયા છે. તે સાથે જ દેશમાં કોરોનાથી (Corona) સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 4, 31, 07, 689 થઈ છે તો સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 19, 637 થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં સંક્રમણથી 10 લોકોના મોત થયા છે આ સાથે મૃતકોનો આંકડો વધીને 5, 24, 103નો થયો છે તો દેશમાં કોવિડ-19ની સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 19,637 થઈ છે. જે કુલ કેસના 0.05 ટકા છે. ગત 24 કલાકમાં સારવાર કરાવતા દર્દીઓની સંખ્યામાં 766નો ઘટાડો નોંધાયો છે. આ દર્દીઓ કોરોના મુક્ત થતા દર્દીઓનો સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.74 ટકાનો થયો છે.

આંકડા પ્રમાણે જોઈએ તો સંક્રમણનો દૈનિક દર 0.47 ટકા અને સાપ્તાહિક દર 0.79 ટકા છે. દેશમાં અત્યાર સુધી કુલ 4, 25, 63, 949 લોકો સંક્રમણ મુક્ત થયા છે અને કોવિડ-19થી થયેલા મૃત્યુનો દર 1.22 ટકા રહ્યો છે તો રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ -19ના 190. 50 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોવિડથી જે મૃત્યુ થયા તેમાંથી 70 ટકા દર્દીઓને અન્ય બિમારીઓ પણ હતી.

આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પર જણાવાયું છે કે તેમના મંત્રાલયના ભારતીય આર્યુવિજ્ઞાન અનુસંધાન પરિષદ ICMRના આંકડા સરખાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં સાત ઓગસ્ટ 2020માં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા 20 લાખ હતી. 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને પાંચ સપ્ટેમ્બરે આ આંકડો 40 લાખને પાર કરી ગયો હતો તો આ વર્ષે 26 જાન્યુઆરીના રોજ સંક્રમણના કેસ 4 કરોડને પાર થઈ ગયા હતા.

રાજધાનીમાં સંક્રમણ દર 5 ટકાની નજીક

દેશની રાજધાની દિલ્લીમાં સોમવારે કોરોનાના નવા 799 કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોનાથી 3 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. દિલ્લીમાં એક દિવસ અગાઉ જ 16, 187 સેમ્પલની કોવિડ 19 તપાસ કરવામાં આવી હતી.