કોરોના વાઈરસના નવા સ્ટ્રેને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સ્થિતિ પૂરી રીતે બગાડી દીધી છે. દરરોજ હજારોની સંખ્યામાં સંક્રમણના નવા કેસ સામે આવી રહ્યા છે. શનિવારે પણ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ બાદ દિલ્હીમાં સૌથી વધુ કોરોના વાઈરસના કેસ સામે આવ્યા હતા. કોરોના વાઈરસને લઈ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે હવે દિલ્હી સરકાર એક્શન મોડમાં આવી ચૂકી છે. સરકારે તેની ઝલક પણ બતાવી દીધી છે. જો કોઈ પણ વ્યક્તિ કોરોના ગાઈડલાઈનનું પાલન નથી કરતુ અને નિયમો તોડે છે તો તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
#Delhi government lodges FIR against four airlines –IndiGo, Vistara, SpiceJet, & AirAsia for failing to check negative RT-PCR COVID reports of passengers travelling to the national capital from #Maharashtra #TV9News
— tv9gujarati (@tv9gujarati) April 18, 2021
દિલ્હી સરકારે નિર્દેશ આપ્યા હતા કે જે લોકો કુંભ મેળામાંથી અને મહારાષ્ટ્રથી દિલ્હીમાં પાછા આવી રહ્યા છે, તે લોકો પોતાની સાથે RTPCRનો નેગેટિવ રિપોર્ટ સાથે લાવે. હવે આ નિયમને તોડવાને લઈ દિલ્હી સરકાર તરફથી ઈન્ડિગો, વિસ્તારા, સ્પાઈસ જેટ અને એર એશિયાની વિરૂદ્ધ FIR નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ દિલ્હી સરકાર તરફથી ઈન્ડિગો, વિસ્તારા, એર એશિયા અને સ્પાઈસ જેટની વિરૂદ્ધ આ એક્શન તે માટે લેવામાં આવ્યું છે કારણ કે આ તમામ એરલાઈન્સે મહારાષ્ટ્રથી આવનારા તમામ મુસાફરોનો RTPCR ટેસ્ટ કરાવ્યો નહતો. જણાવવામાં આવી રહ્યું છે કે સરકારે આ નિર્ણય DDMA એક્ટ હેઠળ લીધો છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે દિલ્હીમાં 24 હજારથી વધારે કોરોના વાઈરસના કેસ સામે આવ્યા હતા. સરકાર પોતાના તરફથી તમામ પ્રયત્નો કરી રહી છે કે રાજધાનીમાં કોરોના વાઈરસને કંટ્રોલ કરી શકાય. શનિવારે દિલ્હીમાં કોરોના વાઈરસથી 160થી વધારે લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો: કોરોનાની બીજી લહેર વચ્ચે પણ વીજ માંગમાં વધારો થયો, વપરાશ 60 અબજ યુનિટ કરતા વધ્યો