દેશ પર ફરી એકવાર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. કારણ કે કોરોના વાયરસ ફરી પાછો વકર્યો છે. કોરોનાના તાજેતરના આંકડા ખૂબ જ ડરામણા છે. જેમાં દેશમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ હજાર 823 નવા કેસ નોંધાયા છે. મોટી વાત એ છે કે ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના કેસોમાં 27 ટકાનો વધારો થયો છે. ગઈકાલે 2994 કેસ નોંધાયા હતા. ત્યારે આજે ફરી મોટી સંખ્યામાં વધતા કેસ દેશમાં ચિંતા વધારી રહ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં નવા સક્રિય કેસની સંખ્યા 3823 કેસ સાથે 18 હજારને વટાવી ગઈ છે. દેશમાં હવે 18 હજાર 389 એક્ટિવ કેસ છે, એટલે કે આટલા લોકોની સારવાર ચાલી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 4 લોકોના મોત થયા છે. કેરળ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને કેરળમાં ગઈ કાલે એક-એકનું મૃત્યુ પણ નોંધાયું છે.
આંકડાઓ અનુસાર, હવે દેશમાં પોઝિટીવ કેસ વધીને 2.87 ટકા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 41 લાખ 73 હજાર 335 લોકોએ કોરોનાને માત આપી ચૂક્યા છે. આંકડાઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગઈકાલે દેશમાં કોરોનાના બે હજાર 799 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના બે અબજ 20 કરોડ 66 લાખ 11 હજાર 814 ડોઝ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્હીમાં પણ કોરોના હવે જોર પકડી રહ્યો છે. ગઈકાલે દિલ્હીમાં કોરોનાના 400 થી વધુ નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં ચેપનો દર હવે 14 ટકાને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં 2895 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 416 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં 26 હજાર 529 લોકોના મોત થયા છે.
બીજી તરફ, આરોગ્ય વિભાગ તરફથી શનિવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ, 24 કલાકમાં કોરોનાના 669 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, સાજા થનારા લોકોની સંખ્યા વધીને 435 થઈ ગઈ છે. હવે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3,324 થઈ ગઈ છે. તે જ સમયે, રાજ્યમાં મૃત્યુ દર 1.82 ટકા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસની સંખ્યા વધીને 81,44,780 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 1,48,441 છે. તમને જણાવી દઈએ કે ગયા શુક્રવારે 425 કોરોના કેસ જોવા મળ્યા હતા. અગાઉ એટલે કે ગુરુવારે 694થી ઓછા હતા.