‘હજુ સમાપ્ત નથી થઈ કોરોના મહામારી, આવનારા દિવસોમાં કોરોનાના કેસોમાં થઈ શકે છે ઉતાર-ચઢાવ’ – અમેરિકન સર્જન વિવેક મૂર્તિનું નિવેદન

|

Mar 21, 2022 | 6:37 AM

યુએસ સર્જન જનરલ વિવેક મૂર્તિએ જણાવ્યું હતું કે, હાલ મને આ વાતની ચિંતા છે કે, યોગ્ય સંસાધનો મેળવવા માટે અમે છેલ્લા બે વર્ષમાં જેટલુ કામ કર્યું છે, આપણે તેમને ધિરાણ આપવું જોઈએ જેથી કરીને તેઓ દેશભરના લોકો માટે ઉપલબ્ધ થઈ શકે.

હજુ સમાપ્ત નથી થઈ કોરોના મહામારી, આવનારા દિવસોમાં કોરોનાના કેસોમાં થઈ શકે છે ઉતાર-ચઢાવ - અમેરિકન સર્જન વિવેક મૂર્તિનું નિવેદન
Health workers doing corona test.

Follow us on

ભારતીય-અમેરિકન સર્જન જનરલ વિવેક મૂર્તિએ (Vivek Murthy) રવિવારે ચેતવણી આપી હતી કે કોવિડ-19 મહામારી હજુ પુરી થઈ નથી અને આવતા મહિનાઓમાં કેસમાં વધારો જોવા મળી શકે છે. મૂર્તિએ કોરોના વાયરસ મહામારી (Corona Pandemic)  સામે લડવા માટે ભંડોળની અછત અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં કહ્યું, જ્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લા બે વર્ષથી શું થઈ રહ્યું છે તો ધ્યાનમાં આવે છે કે, જ્યારે વિશ્વના એક ભાગમાં કેસ વધે છે, ત્યારે વિશ્વના અન્ય ભાગોમાં પણ કેસોમાં વારંવાર વધારો થાય છે. આપણે તેના માટે તૈયાર રહેવું જોઈએ. તમે જાણો છો કે કોવિડ મહામારી સમાપ્ત થઈ નથી.

તેમણે કહ્યું કે,  આગામી મહિનાઓમાં કેસોમાં વધારો અને ઘટાડો થઈ શકે છે. પરંતુ ધ્યેય એ હોવો જોઈએ કે લોકોને હોસ્પિટલમાં દાખલ ન થવું પડે. તેમના જીવનને બચાવવું પડશે અને આમ કરવા માટે આપણી પાસે પહેલા કરતાં વધુ સંસાધનો છે. તેથી આપણું ધ્યાન તૈયારી પર હોવું જોઈએ, ગભરાહટ પર નહીં. મૂર્તિએ જણાવ્યું હતું કે, “અત્યારે મને જે ચિંતા થાય છે તે એ છે કે છેલ્લા બે વર્ષમાં અમે યોગ્ય સંસાધનો મેળવવા માટે કેટલું કામ કર્યું છે. આપણે તેમને ધિરાણ આપવું જોઈએ જેથી કરીને તેઓ દેશભરના લોકો માટે ઉપલબ્ધ હોય.”

બીમાર વ્યક્તિને વધુ જોખમ હોય છે

મૂર્તિએ કહ્યું, ‘ઓમિક્રોન વેરિઅન્ટની છેલ્લી વેવ દરમિયાન, મોટાભાગના લોકોએ તેમનું કોરોના રસીકરણ કરાવ્યું ન હતું. વૃદ્ધાવસ્થા અને સ્થૂળતા જેવા રોગો છે જે વ્યક્તિને વધુ જોખમમાં મૂકે છે. અફસોસની વાત એ છે કે આપણા દેશમાં એવા ઘણા લોકો છે જેઓ સ્થૂળતા અને હ્રદયરોગ જેવી જુની બિમારીઓથી પણ પીડિત છે. આ રોગોએ તેમને વધુ જોખમમાં મૂક્યા છે. આનો અર્થ એ છે કે વસ્તી માટે આપણે કોવિડ -19 સંબંધિત પગલાં લેવા માટે વધુ સાવચેત રહેવું પડશે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે દેશભરમાંથી કોરોનાના 1,761 નવા કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 3196 લોકોને રજા આપવામાં આવી છે અને 127 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ હવે વધીને 4,30,07,841 થઈ ગયા છે. જ્યારે, મૃત્યુઆંક વધીને 5,16,479 થયો છે. એક્ટિવ કેસની વાત કરીએ તો દેશમાં 26,240 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 4,24,65,122 લોકો કોરોનાથી સાજા થયા છે.

આ પણ વાંચો :  Corona Vaccination: હવે કોવિશિલ્ડનો બીજો ડોઝ 8 અઠવાડિયા પછી લઈ શકાશે, NTAGI એ કરી ભલામણ

Next Article