Coromandel Express Accident: ઓડિશા રાજ્યમાં એક દિવસનો શોક, મૃતકોના પરિવારજનોને 12-12 લાખનું વળતર, જુઓ Video

|

Jun 03, 2023 | 8:01 AM

પીએમઓએ ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને 2-2 લાખની મદદની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ઘાયલોને 50-50 હજારની મદદની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ રેલ્વે મંત્રાલય દ્વારા મૃતકોના પરિવારજનોને 10-10 લાખની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

Coromandel Express Accident: ઓડિશા રાજ્યમાં એક દિવસનો શોક, મૃતકોના પરિવારજનોને 12-12 લાખનું વળતર, જુઓ Video
One day mourning in Odisha state, Rs 12-12 lakh compensation to the families declare

Follow us on

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાથી દરેક લોકો ચોંકી ગયા છે. આ સમાચાર લખાય ત્યાં સુધી આ દુર્ઘટનામાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ દરમિયાન ઓડિશામાં એક દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. બાલાસોર ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે.

પીએમઓએ ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને 2-2 લાખની મદદની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ઘાયલોને 50-50 હજારની મદદની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ રેલ્વે મંત્રાલય દ્વારા મૃતકોના પરિવારજનોને 10-10 લાખની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રેલવે મંત્રાલયે 10 લાખના વળતરની જાહેરાત કરી છે

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે કહ્યું કે તેમણે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “અકસ્માત દુર્ભાગ્યપૂર્ણ હતો, અને તેમના મંત્રાલયને ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.” રેલ્વે મંત્રાલયે મૃતકોના નજીકના પરિજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2 લાખ રૂપિયા અને નજીવી ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. માહિતી મુજબ, CRS/SE સર્કલ એ.એમ. ચૌધરી અકસ્માતની તપાસ કરશે.

ટ્રેન દુર્ઘટના બાદ બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની સાથે સેના પણ સતત બચાવ કાર્યમાં લાગેલી છે. આ સિવાય એરફોર્સનું હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે છે. અત્યાર સુધીમાં ઘણા લોકોને ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બોગીમાં હજુ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘણા લોકો ટ્રેનની નીચે પણ ફસાયા છે.

 

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. મૃતકોની સંખ્યામાં વધારો થવાના સમાચાર છે. બીજી તરફ ઓડિશાના સીએમ નવીન પટનાયક ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. તેમણે તબીબોની ટીમ પણ ઘટનાસ્થળે મોકલી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પહેલાથી જ સ્થળ પર હાજર છે. બીજી તરફ, બાલાસોરથી ટીએમસી સાંસદ ડોલા સેને કહ્યું કે, તેમણે તેમના જીવનમાં આવો દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત ક્યારેય જોયો નથી. બંને પેસેન્જર ટ્રેનો સંપૂર્ણ ભરાઈ ગઈ હતી. બંને ટ્રેનમાં એકસાથે 3000 થી 4000 લોકો બેસી શકે તેવી શક્યતા છે.

 

તેમણે કહ્યું કે મમતા બેનર્જી શનિવારે સવારે ઘટનાસ્થળની મુલાકાત લઈ શકે છે. મમતા બેનર્જીએ મિદનાપુરથી SDO, SDPO, ADM, ડૉક્ટર વગેરેને મોકલ્યા છે. આ દરમિયાન સામાન્ય જનતા પણ ટ્રેન દુર્ઘટનામાં પીડિતોની મદદ માટે આગળ આવી રહી છે. હોસ્પિટલોમાં પીડિતો માટે રક્તદાન કરવા માટે લોકોની લાઈન લાગી છે. રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરતી વખતે, ઓડિશાના ઘણા લોકો રક્તદાન કરવા હોસ્પિટલો પહોંચી રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:54 am, Sat, 3 June 23

Next Article