PM પદની દાવેદારી, પોસ્ટર વોર… ઈન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા વિપક્ષી દળોમાં રાજકીય ખેંચતાણ

દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ ઘટક દળોના ટોચના નેતાઓની બેઠક દિલ્હીમાં મળી છે. આ બેઠક પહેલા બિહારમાં પટનામાં લાગેલા પોસ્ટરે ખળભળાટ મચાવી દીધો છે. સીટ શેરિંગને લઈને જલ્દી નિર્ણય જાહેર કરવાની માગ પ્રબળ બની છે. 

PM પદની દાવેદારી, પોસ્ટર વોર... ઈન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા વિપક્ષી દળોમાં રાજકીય ખેંચતાણ
| Updated on: Dec 19, 2023 | 6:44 PM

દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ ઘટક દળોના શિર્ષ નેતાઓની બેઠક યોજાઈ છે. દિલ્હીમાં આ બેઠક પહેલા પટનાથી લઈને દિલ્હી સુધી રાજકીય હલચલ વધી ગઈ છે. કોઈ સંયોજક બનાવવાની માગ કરી રહ્યા છે તો કોઈ સીટ શેરીંગને લઈને જલ્દી નિર્ણય લેવાની માગ કરી રહ્યા છે. ગઠબંધનનો ચહેર ઘોષિત કરવાની માગ પણ તેજ થઈ ગઈ છે. તો બિહારની રાજધાની પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમારને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાની માગને લઈને પોસ્ટર પણ લગાવવામા આવ્યા છે. ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક પહેલા વિપક્ષી દળોમાં રાજકીય ખેંચતાણ વધી ગઈ છે.

નીતિશ કુમારને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાની માગ કરતા પટનામાં લાગ્યા પોસ્ટર

ઈન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા પટના અને બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના સમર્થનમાં પોસ્ટર લાગી ગયા છે. પટનામાં લાગેલા આ પોસ્ટર્સમાં નીતિશ કુમારને ઈન્ડિયા ગઠબંધન તરફથી પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાની માગ કરાઈ રહી છે. નીતિશ કુમારે પીએમ ઉમેદવાર જાહેર કરવાની માગ વાળા પોસ્ટર્ પર જેડીયુ નેતા નીરજ કુમારે જણાવ્યુ કે કોણે પોસ્ટર લગાવ્યા છે, તેની અમને જાણકારી નથી.

 ઈન્ડિયા ગઠબંધન એક વર્ષ બર્બાદ કરી ચુકી છે- કેસી ત્યાગી

વધુમાં તેમણે જણાવ્યુ કે પોસ્ટરનો રાજકીય અર્થ નીકળે છે. નીરજ કુમારે કહ્યુ કે નીતિશ કુમાર નિશ્ચયના પર્યાય છે. અમે પીએમ પદની રેસમાં નથી પરંતુ ઈન્ડિયા ગઠબંધન નક્કી કરવાના નિશ્ચયનો પર્યાય કોણ બનશે. જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ જણાવ્યુ કે આપણે એક વર્ષ બર્બાદ કરી ચુક્યા છીએ. ભાજપ બુથ લેવલ પર કામ કરી રહી છે અને અમે આજે પરસ્પરના મતભેદ સુલઝાવવાની કોશિષ કરી રહ્યા છીએ.

શિવસેના યુબીટીએ પીએમ પદના ઉમેદવાર જાહેર કરવા માગ કરી

જેડીયુના ધારાસભ્ય ધીરેન્દ્ર પ્રતાપસિંહે નીતિશ કુમારને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાની માગ કરતા જણાવ્યુ કે ઈન્ડિયા ગઠબંધનને ત્યારે જ ફાયદો થશે. જો કોઈ બીજા નેતાનો ચહેરો આગળ કરવામાં આવશે જીતી નહીં શકાય. તો બીજી તરફ બિહાર સરકારમાં જેડીયુના મંત્રી જમા ખાને તો ત્યાં સુધી કહી દીધુ કે નીતિશ કુમાર હવે દેશ સંભાળે. શિવસેના યુબીટીએ પણ પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાની માગ કરી છે.

શિવસેનાએ સામનાના સંપાદકીયમાં ઉઠાવ્યા સવાલ

ઈન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા શિવસેનાએ તેમના મુખપત્ર સામના દ્વારા નેતૃત્વ પર પણ સવાલ ઉઠાવ્યા. શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં લખ્યુ છે કે ઈન્ડિયા ગઠબંધનના રથમાં 28 ઘોડા છે પરંતુ સારથી ક્યાં છે ? ઈન્ડિયા ગઠબંધનને મોદી સામે એક ચહેરાની જરૂર છે, એક સંયોજકની જરૂર છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ કે આપણે સહુએ બેસીને એક કો-ઓર્ડિનેટર પર નિર્ણય કરી લેવો જોઈએ.

ઈન્ડિયા ગઠબંધનની આ બેઠક પહેલા સીટ શેરીંગને લઈને વાતચીતની માગ પણ જોરશોરથી ઉઠી રહી છે. શિવસેના યુબીટીની રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીથી લઈને અલગ અલગ પાર્ટીના તમામ નેતા સીટ શેરીંગ પર વાતચીતને જરૂરી ગણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા ગઠબંધનની આ ચોથી બેઠક છે. ઈન્ડિયા ગઠબંધનની આ બેઠક પહેલા ત્રણ બેઠક થઈ ચુકી છે. ઈન્ડિયા ગઠબંધનની પહેલી બેઠક બિહારની રાજધાની પટનામાં થઈ હતી.

આ પણ વાંચો: ભાવનગર: નિકાસબંધીને કારણે ડુંગળીના ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાયા, એક જ માગ, નિકાસબંધી પરત ખેંચે સરકાર

વિપક્ષી પાર્ટીઓના નેતાની બીજી બેઠક કર્ણાટકમાં થઈ હતી. એ બેઠક વખતે જ આ વિપક્ષી ગઠબંધનના ઈન્ડિયા નામની જાહેરાત કરાઈ હતી. કર્ણાટક બાદ ચોથી બેઠક શિવેસેનાની યજમાનીમાં મહારાષ્ટ્રમાં થઈ હતી. મુંબઈમાં થયેલી બેઠકમાં ગઠબંધનની કોઓર્ડિનેશન કમિટીની રચના થઈ હતી. જેમા અલગ અલગ દળોના નેતા સામેલ છે. કોઓર્ડિનેશન કમિટીની પણ એક બેઠક થઈ હતી. જો કે એ બેઠક પાંચ રાજ્યોના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત પહેલા થઈ હતી.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો