કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન અને ‘નેહરુ’ પર ટિપ્પણીથી કોંગ્રેસ નારાજ, કહ્યું- હિપોક્રેસી ઝિંદાબાદ

|

Jul 22, 2022 | 3:01 PM

પીએમ મોદીના (PM Modi) આ ટ્વીટને રીટ્વીટ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે તેને હિપોક્રેસી ગણાવી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું, હિપોક્રેસી ઝિંદાબાદ!

કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાન અને નેહરુ પર ટિપ્પણીથી કોંગ્રેસ નારાજ, કહ્યું- હિપોક્રેસી ઝિંદાબાદ
PM Narendra Modi
Image Credit source: PTI

Follow us on

ભારત આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. દેશની આઝાદીની 75મી વર્ષગાંઠને ઐતિહાસિક બનાવવા માટે સરકારે ગયા વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરૂઆત કરી હતી. આઝાદીના આ પર્વની ગરિમાને વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) આજથી ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga) અભિયાનની શરૂઆત કરી છે. તેમણે ટ્વિટર પર તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવાની માહિતી પણ શેર કરી હતી. પરંતુ સરકારના આ પગલાથી કોંગ્રેસ નારાજ જોવા મળી રહી છે. પાર્ટીએ પીએમ મોદીના તિરંગા સાથે જોડાયેલા ઐતિહાસિક તથ્યો અને નેહરુ પરની ટિપ્પણીને દંભી ગણાવી છે.

‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું, આ અભિયાન તિરંગા સાથે આપણું જોડાણ વધુ ગાઢ બનાવશે. આ અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે લોકોને અપીલ કરી છે કે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટની વચ્ચે તેઓ પોતપોતાના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનને મજબૂત કરવાનો પ્રયાસ કરે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘આજે આપણે તે બધાની હિંમત અને પ્રયત્નોને યાદ કરીએ છીએ જેમણે તે સમયે સ્વતંત્ર ભારત માટે ધ્વજનું સ્વપ્ન જોયું હતું, જ્યારે આપણે સંસ્થાનવાદી શાસન સામે લડતા હતા. અમે તેમના સપનાઓને સાકાર કરવા અને તેમના સપનાના ભારતનું નિર્માણ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.

 

 

કોંગ્રેસે સરકાર પર જોરદાર નિશાન સાધ્યું

પીએમ મોદીએ કહ્યું, આ વર્ષે જ્યારે આપણે સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો હર ઘર પર તિરંગા ચળવળને મજબૂત કરીએ. 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તમારા ઘરોમાં તિરંગો ફરકાવો. આ અભિયાન રાષ્ટ્રધ્વજ સાથે આપણું જોડાણ વધુ ગાઢ બનાવશે. તેમણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા લહેરાવેલા પ્રથમ તિરંગાની તસવીર પણ ટ્વીટ કરી હતી. આ અંગે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

 

 

જયરામ રમેશે પીએમ મોદી પર પ્રહારો કર્યા

પીએમ મોદીના આ ટ્વીટને રીટ્વીટ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે તેને હિપોક્રેસી ગણાવી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું, હિપોક્રેસી ઝિંદાબાદ! તેઓ (PM મોદી) ખાદીમાંથી રાષ્ટ્રધ્વજ બનાવનારાઓની આજીવિકા ખતમ કરી રહ્યા છે, જેને નેહરુજીએ ભારતની આઝાદીનો પોશાક ગણાવ્યો હતો. જેને નાગપુરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવતા 52 વર્ષ લાગ્યા હતા.

Published On - 3:01 pm, Fri, 22 July 22

Next Article