દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની મોટી જાહેરાત, 2025 સુધીમાં 25 ટકા મહિલા પોલીસકર્મીઓની થશે ભરતી

|

Feb 17, 2022 | 12:32 PM

દિલ્હી પોલીસમાં વર્ષ 2025 સુધીમાં મહિલા પોલીસકર્મીઓની (Women Police) સંખ્યાને કુલ સંખ્યાના એક ચતુર્થાંશ એટલે કે, 25 સુધી વધારવામાં આવશે. લીસ કમિશનર રાકેશ અસ્થાનાએ આ જાહેરાત કરી છે.

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની મોટી જાહેરાત, 2025 સુધીમાં 25 ટકા મહિલા પોલીસકર્મીઓની થશે ભરતી
rakesh asthana (ફાઈલ ફોટો)

Follow us on

દિલ્હી પોલીસના (Delhi Police) 75માં સ્થાપના દિવસના અવસર પર, પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ (Delhi Police Commissioner Rakesh Asthana) બુધવારે જણાવ્યું હતું કે, તેમનો વિભાગ વર્ષ 2025 સુધીમાં મહિલા પોલીસકર્મીઓની (Women Police) સંખ્યાને કુલ સંખ્યાના એક ચતુર્થાંશ એટલે કે, 25 સુધી વધારવામાં આવશે. તેવી જ રીતે, મહિલાઓ અને નબળા વર્ગોની સુરક્ષા એ દિલ્હી પોલીસની ટોચની પ્રાથમિકતા છે. તેના પર વિશેષ ધ્યાન આપીને કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, દિલ્હી પોલીસે પણ ઘણી સામુદાયિક પહેલ કરી છે, ખાસ કરીને યુવાનો માટે કૌશલ્ય પ્રશિક્ષણ. અસ્થાનાએ કહ્યું કે, મહિલાઓ અને નબળા વર્ગોની સુરક્ષા દિલ્હી પોલીસની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

પોલીસ કમિશનર અસ્થાનાએ કહ્યું કે, દેશમાં કોરોના રોગચાળાને કારણે દિલ્હીમાં 79 પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યો છે. દિલ્હી પોલીસ, ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ સાથે, આગળની હરોળમાં રહી છે અને ફરજ ઉપરાંત પણ નાગરિકોને શક્ય તમામ મદદ પૂરી પાડી છે. તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હી પોલીસ હાલમાં રાષ્ટ્રીય રાજધાનીના રહેવાસીઓને 30 પ્રકારની ડિજિટલ સેવાઓ પૂરી પાડી રહી છે. તેમાં મુખ્યત્વે ઈ-બીટ બુક અને ફરિયાદ મોનીટરીંગ સિસ્ટમનો સમાવેશ થાય છે.

48 પોલીસકર્મીઓને આઉટ ઓફ ટર્ન પ્રમોશન મળ્યું છે

દિલ્હી પોલીસ વડાએ જણાવ્યું હતું કે, વિભાગ તેના કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને ચાલુ વર્ષમાં 5,000થી વધુ પ્રમોશન આપ્યા છે. જેમાંથી 48 આઉટ ઓફ ટર્ન પ્રમોશન હતા. આ ઉપરાંત 45 પોલીસ કર્મચારીઓને અસાધારણ કાર્ય પુરસ્કાર અને 164 મૃત પોલીસકર્મીઓના પરિવારોને અનુકંપાના આધારે નોકરી આપવામાં આવી હતી. ઉત્તર-પૂર્વ દિલ્હીના રમખાણોમાં શહીદ થયેલા સ્વર્ગસ્થ હેડ કોન્સ્ટેબલ રતન લાલની યાદમાં એક વિશેષ ચંદ્રક સમર્પિત કરવામાં આવ્યો છે. જવાનોની ફરજના કલાકો પણ નક્કી કરવામાં આવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

11 મહિલા સુવિધા બૂથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

નોંધપાત્ર રીતે, દિલ્હી પોલીસે મંગળવારે રાજધાનીના ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં 11 ‘મહિલા સુવિધા બૂથ’ શરૂ કર્યા છે જેથી જાહેર, ખાનગી સ્થળો અને ડિજિટલ પ્લેટફોર્મ પર મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે ઉત્તર-પશ્ચિમ દિલ્હી જીજા પોલીસ દ્વારા શરૂ કરાયેલ ‘તેજસ્વિની પહેલ’નો એક ભાગ છે અને મહિલાઓ અને છોકરીઓને તેમની સામેના કોઈપણ ગુના અથવા હિંસાની પોલીસને જાણ કરવા માટે ‘વન સ્ટોપ સેન્ટર’ તરીકે કામ કરશે. સત્તાવાર નિવેદન અનુસાર, કાયદો અને વ્યવસ્થા દીપેન્દ્ર પાઠકે આ બૂથનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે, તેઓ મહિલાઓ અને બાળકોની સેવા માટે સમર્પિત રહેશે.

આ પણ વાંચો: Infosys મોટી સંખ્યામાં ભરતી કરશે, 55 હજારથી વધુ ફ્રેશર્સને રોજગાર આપવાની તૈયારી

આ પણ વાંચો: JEE Mains 2022: આ વર્ષે ચાર વખત નહીં લેવાય JEE મેઈન્સ પરીક્ષા, માત્ર બે જ પ્રયાસ મળશે? વાંચો નવીનતમ અપડેટ

Published On - 12:30 pm, Thu, 17 February 22

Next Article