Breaking News : ‘કોકરોચ’ના નેતા સૌરવ દાસે પોતાના જ લોકો સાથે કર્યો દગો! ડિટેન્શન પર જવાબદારી લેવાનો કર્યો ઈન્કાર

વિરોધ પ્રદર્શન દરમિયાન તેમના સાથીઓની અટકાયત થવા બદલ જવાબદારી સ્વીકારવાને બદલે, સૌરવ દાસ તેને 'વ્યૂહરચનાની નિષ્ફળતા' ગણાવીને આ બાબતમાંથી હાથ ખંખેરી રહ્યા છે અને વાસ્તવમાં પોતાના જ લોકો સાથે દગો કરી રહ્યા છે.

Breaking News : કોકરોચના નેતા સૌરવ દાસે પોતાના જ લોકો સાથે કર્યો દગો! ડિટેન્શન પર જવાબદારી લેવાનો કર્યો ઈન્કાર
saurav das
| Updated on: Oct 10, 2026 | 12:23 PM

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના પ્રવક્તા સૌરવ દાસની એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેનાથી ઓનલાઇન નવી ચર્ચા શરૂ થઈ છે. આ પોસ્ટમાં, અન્ય એક યુઝર (વિજય થોટ્ટાથિલ)ના પ્રશ્નનો જવાબ આપતા સૌરવ દાસ લખે છે

“જો તમારી તાત્કાલિક અટકાયત કરવામાં આવે છે, તો તમારે તમારી રણનીતિ પર પુનર્વિચાર કરવો જોઈએ. તમારી નિષ્ફળતાઓ માટે અન્યને દોષ ન આપો.”

સૌરવ દાસે પોતાના જ સાથીઓ સાથે કર્યો દગો

આ પોસ્ટ વાયરલ થયા બાદ, ઘણા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ અને વિપક્ષના સમર્થકોએ તેમને નિશાન બનાવ્યા છે. ટીકાકારોનો આરોપ છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન તેમના સાથીઓની અટકાયત થવા બદલ જવાબદારી સ્વીકારવાને બદલે, સૌરવ દાસ તેને ‘વ્યૂહરચનાની નિષ્ફળતા’ ગણાવીને આ બાબતમાંથી હાથ ખંખેરી રહ્યા છે અને વાસ્તવમાં પોતાના જ લોકો સાથે દગો કરી રહ્યા છે.

વર્તમાન સ્થિતિની વાત કરીએ તો હાલ દિલ્હી એરપોર્ટ પર હાઈવોલ્ટેજ ડ્રામા, નેતાઓની ફ્લાઈટમાંથી જ અટકાયત કરવામાં આવી રહી છે જેમાં કોકરોચ જનતા પાર્ટીને સમર્થન કરવા આવેલ આતંકી સમર્થક ધ્રુવ રાઠીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

ફ્લાઈટની અંદર ઘૂસીને અટકાયત

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આજે જંતર-મંતર પર સીજેપી દ્વારા એક મોટા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ દિલ્હી પોલીસે કડક એક્શન લીધા છે. મુંબઈથી દિલ્હીના IGI એરપોર્ટ પર લેન્ડ થયેલી ફ્લાઈટની અંદર જઈને પોલીસે પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે, પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરી લીધી છે.

દિલ્હી સરહદો પર છાવણી જેવો માહોલ:

દિલ્હી પોલીસે આ વિરોધ પ્રદર્શન માટે સત્તાવાર મંજૂરી આપી ન હોવાથી આખી દિલ્હીમાં કિલ્લાબંધી કરી દેવામાં આવી છે. જંતર-મંતર, ઈન્ડિયા ગેટ અને લ્યુટિયન્સ દિલ્હી તરફ જતા તમામ રસ્તાઓ પર ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે અંદાજે 35,000 સુરક્ષાકર્મીઓ અને પેરામિલિટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

રેલ્વે સ્ટેશન અને બોર્ડર પરથી સેંકડો લોકોની ધરપકડ:

દેશના અલગ-અલગ ભાગોમાંથી ટ્રેન અને બસ મારફતે દિલ્હી આવી રહેલા સીજેપીના સેંકડો કાર્યકરોને હઝરત નિઝામુદ્દીન અને નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર જ અટકાવી દેવામાં આવ્યા છે. પાર્ટીનો આક્ષેપ છે કે લોકશાહી ઢબે થનારા વિરોધ પ્રદર્શનને કચડી નાખવા માટે સરકારી તંત્ર કડક પોલીસ બળનો ઉપયોગ કરી રહ્યું છે.

એક તરફ ગ્રાઉન્ડ પર નેતાઓ અને કાર્યકરોની ધરપકડોનો દોર ચાલુ છે, તો બીજી તરફ ઇન્ટરનેટ પર સૌરવ દાસની આ ટ્વીટ આગમાં ઘી હોમવાનું કામ કરી રહી છે. વિરોધીઓ કટાક્ષ કરી રહ્યા છે કે જે નેતા એરપોર્ટ પરથી જ પકડાઈ ગયા, તેઓ ગ્રાઉન્ડના કાર્યકરોને રણનીતિ શીખવાડી રહ્યા છે.

Breaking News : દિલ્હીમાં વિરોધ પ્રદર્શન પહેલાં કથિત ઓડિયો અને ચેટથી ખળભળાટ, નેતાની હત્યાના ષડયંત્રનો દાવો ! જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.