Bhagalpur Bridge Collapse: બ્રિજ તૂટી પડતાં CM નીતિશ કુમારે આપ્યા તપાસના આદેશ, તો તેજસ્વી યાદવે કહ્યું- જાણી જોઈને તોડવામાં આવ્યો, જાણો શું છે સત્ય?

|

Jun 05, 2023 | 11:54 AM

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું. પુલ તૂટી પડયો ન હતો, સરકારે તેનો નાશ કર્યો હતો. આવો જાણીએ શું છે આ વાયરલ મામલાની સત્યતા શું છે.

Bhagalpur Bridge Collapse: બ્રિજ તૂટી પડતાં CM નીતિશ કુમારે આપ્યા તપાસના આદેશ, તો તેજસ્વી યાદવે કહ્યું- જાણી જોઈને તોડવામાં આવ્યો, જાણો શું છે સત્ય?
Tejashwi Yadav

Follow us on

Bhagalpur Bridge Collapse: બિહારમાં, ખગરિયાના અગુઆની ઘાટ અને ભાગલપુરના સુલતાનગંજ વચ્ચે ગંગા નદી પર 1700 કરોડથી વધુના ખર્ચે બનેલા પુલ ધરાશાયી થયા બાદ, સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું. પુલ તૂટી પડયો ન હતો, સરકારે તેનો નાશ કર્યો હતો. આવો જાણીએ શું છે આ વાયરલ મામલાની સત્યતા શું છે.

પુલ તૂટી પડ્યો કે તોડી પડાયો?

વાસ્તવમાં, તેજસ્વી યાદવે રવિવારે પુલ ધરાશાયી થયા બાદ મીડિયા સાથે વાત કરી હતી. તેજસ્વી યાદવે મીડિયાને જણાવ્યું હતું કે એપ્રિલ 2022માં પહેલીવાર પુલનો એક ભાગ તૂટી પડયા બાદ વિભાગે IIT રૂરકીના રિપોર્ટના આધારે તમામ સેગમેન્ટ તોડી નાખ્યા હતા. માર્ગ બાંધકામ મંત્રી તરીકે ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં તેમણે માર્ચ મહિનામાં ગૃહમાં જણાવ્યું હતું કે, સ્પાન તોડીને નવો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેજસ્વીના નિવેદનથી સ્પષ્ટ છે કે તેમણે એવું નથી કહ્યું કે આ પુલ સરકાર દ્વારા તોડી પાડવામાં આવ્યો છે પરંતુ ચોક્કસ કહ્યું છે કે વિભાગે આ પુલના સેગમેન્ટ અને સ્પાન તોડી નાખ્યા છે.

ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો

રોડ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી પ્રત્યય અમૃત સાથેની પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વી યાદવે આઈઆઈટી રૂરકીનો રિપોર્ટ અને એસેમ્બલીમાં આપેલા તેમના જવાબની નકલ પણ પત્રકારોને બતાવી. તેમણે કહ્યું કે આગવાની ઘાટ પર નિર્માણાધીન પુલને પહેલીવાર નુકસાન થયું નથી. 30 એપ્રિલ, 2022ના રોજ તોફાનમાં આ પુલના સુપર સ્ટ્રક્ચરનો ભાગ પડી ગયો હતો. તે સમયે અમે વિપક્ષના નેતા હતા અને તેના પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

બ્રિજની ડિઝાઈનમાં મળી ખામી – તેજસ્વી યાદવ

તેજસ્વી યાદવે કહ્યું કે આવો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે IIT રૂરકીના નિષ્ણાતોને તેની ડિઝાઇનમાં ‘ગંભીર ખામીઓ’ મળી હતી. IIT રૂરકીએ આ સમગ્ર બ્રિજની ડિઝાઇનની તપાસ કરી હતી. તે જ સમયે, અધિક મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે કહ્યું કે સરકાર ક્ષતિગ્રસ્ત પુલના કેટલાક ભાગોને હટાવતા પહેલા અંતિમ અહેવાલની રાહ જોવા માંગતી નથી, કારણ કે જોખમ ખૂબ વધારે હતું. તેથી પુલ તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો.

તેજસ્વી યાદવે કહ્યું કે તમને યાદ હશે કે ગયા વર્ષે 30 એપ્રિલે આ પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. તત્કાલીન વિપક્ષના નેતા તરીકે મેં મારી ક્ષમતામાં આ વાતને મજબૂત રીતે ઉઠાવી હતી. સત્તામાં આવતાં જ અમે તપાસનો આદેશ આપ્યો હતો અને નિષ્ણાતનો અભિપ્રાય માગ્યો હતો. IIT રૂરકીનો પણ સંપર્ક કર્યો. IIT રૂરકીએ પુલના બાંધકામની નજીકથી તપાસ કરી. ફાઈનલ રિપોર્ટ આવવાનો બાકી છે, પરંતુ આ બ્રિજની ડિઝાઈનનો અભ્યાસ કરનારા નિષ્ણાતોએ અમને જણાવ્યું કે આ બ્રિજની ડિઝાઈનમાં ગંભીર ખામીઓ છે.

બ્રિજ બનાવનાર કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે

તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે એકવાર અંતિમ રિપોર્ટ આવશે, રાજ્ય સરકાર FIR નોંધવા અને કંપનીને બ્લેકલિસ્ટ કરવા જેવી કાર્યવાહી પર વિચાર કરશે. તેજસ્વી યાદવે કહ્યું કે ત્રણ કિલોમીટર લાંબા પુલના ઘણા ભાગો નબળા છે. આ કારણોસર નબળા ભાગોને તોડી પાડવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે આ બ્રિજની કુલ અંદાજિત કિંમત 1,710 કરોડ રૂપિયા છે. બ્રિજનું નિર્માણ કાર્ય આઠ વર્ષથી ચાલી રહ્યું છે, પરંતુ તે હજી સુધી પૂર્ણ થયું નથી, જ્યારે તેને પૂર્ણ કરવાની સમયમર્યાદા 2020 માં જ હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:50 am, Mon, 5 June 23

Next Article