રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી, નવા 19 જિલ્લા બનાવવામાં આવશે, જાણો હવે કુલ કેટલા જિલ્લા થયા

|

Mar 17, 2023 | 8:43 PM

વિધાનસભામાં બોલતા સીએમએ કહ્યું કે અમને રાજ્યમાં કેટલાક નવા જિલ્લા બનાવવાની માંગણીઓ મળી છે. અમે આ દરખાસ્તોની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી અને અમને અંતિમ અહેવાલ મળ્યો છે. હું હવે રાજ્યમાં નવા જિલ્લાઓની રચનાની જાહેરાત કરું છું.

રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી, નવા 19 જિલ્લા બનાવવામાં આવશે, જાણો હવે કુલ કેટલા જિલ્લા થયા

Follow us on

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે વિધાનસભામાં મોટી જાહેરાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં 19 નવા જિલ્લા બનાવવામાં આવશે અને ત્રણ નવા વિભાગો બનાવવામાં આવશે. હવે રાજસ્થાનમાં 50 જિલ્લા અને 10 વિભાગ હશે. સરકાર 2 હજાર કરોડથી નવા બનેલા જિલ્લાઓનો વિકાસ કરશે. રાજસ્થાન ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારનું આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. જેના કારણે અનેક વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણીના સમીકરણમાં પણ બદલાવ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: કેનેડામાં 700 ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલ ન કરવાની માગ ઉઠી, જાણો સમગ્ર મામલો

વિધાનસભામાં બોલતા સીએમ ગેહલોતે કહ્યું કે અમને રાજ્યમાં કેટલાક નવા જિલ્લા બનાવવાની માંગણીઓ મળી છે. અમે આ દરખાસ્તોની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી અને અમને અંતિમ અહેવાલ મળ્યો છે. હું હવે રાજ્યમાં નવા જિલ્લાઓની રચનાની જાહેરાત કરું છું.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

આ નવા જિલ્લાઓ રાજસ્થાનમાં રચાયા છે

સીએમ ગેહલોત દ્વારા વિધાનસભામાં બનાવવાની જાહેરાત કરાયેલા 19 નવા જિલ્લાઓમાં અનુપગઢ, બલોત્રા, બ્યાવર, ડીગ, ડુડુ, જયપુર ઉત્તર, જયપુર દક્ષિણ, જોધપુર પૂર્વ, જોધપુર પશ્ચિમ, ગંગાપુર સિટી, કેકરી, કોટપુટલી, બેહરોર, ખૈરતાલ, નીમકથાણાનો, સાંચોર, ફલોદી, સાલુમ્બર, શાહપુરાનો સમાવેશ થાય છે.

19 જિલ્લાની જાહેરાત બાદ કુલ 50 જિલ્લા થશે

જણાવી દઈએ કે મુખ્યમંત્રીએ 19 નવા જિલ્લાઓની જાહેરાત કરી છે, પરંતુ રાજ્યમાં કુલ જિલ્લાઓની સંખ્યા 50 જ રહેશે. આ કારણ છે કે જયપુરને જયપુર ઉત્તર અને જયપુર દક્ષિણમાં વહેંચવામાં આવ્યું છે, જ્યારે જોધપુર જોધપુર પૂર્વ અને જોધપુર પશ્ચિમમાં વહેંચાયેલું છે. જાહેરાતમાં ત્રણ નવા ડિવિઝનલ હેડક્વાર્ટર બનાવવામાં આવ્યા છે. સીકર, પાલી અને બાંસવાડા.

આ હેડક્વાર્ટર હેઠળ કયા જિલ્લાઓ કામ કરશે તે હજુ સ્પષ્ટ નથી. આમાં પણ પ્રદેશ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સીકરને શેખાવતીમાંથી, પાલીને મારવાડમાંથી અને બાંસવાડાને મેવાડના આદિવાસી પ્રદેશમાંથી બનાવવામાં આવ્યું છે.

367 ગામોને પીવાનું પાણી આપવા માટે 362.13 કરોડનો ખર્ચ કરવામાં આવશે

વિધાનસભામાં, મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે રાજસ્થાન સરકાર ઉદયપુર જિલ્લાના 367 ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે 362.13 કરોડ રૂપિયા ખર્ચ કરશે. મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સોમ-કમલા-આંબા ડેમમાંથી આ ગામોને પીવાનું પાણી પહોંચાડવાના પ્રોજેક્ટની નાણાકીય દરખાસ્તને મંજૂરી આપી છે. નાણાકીય મંજૂરી 2023-24ના બજેટમાં ગેહલોતની જાહેરાતના પાલનમાં આપવામાં આવી હતી.

સિંચાઈ કાર્યક્ષમતા વધારવા માટે પણ 37 કરોડ મંજૂર

મુખ્યમંત્રીએ સિંચાઈ કાર્યક્ષમતા વધારવા અને નહેરો અને ડેમમાં પાણીનો બગાડ અટકાવવાના હેતુથી વિવિધ પ્રોજેક્ટ માટે રૂ. 37 કરોડ મંજૂર કર્યા હતા. પ્રોજેક્ટ હેઠળ, બાંસવાડા જિલ્લામાં કાગદી ડેમનું રૂ. 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જયપુરના કાલવાડ તાલુકામાં ગજાધરપુરા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી કાલાખ ડેમ સુધી કેનાલના લાઇનિંગ માટે અન્ય રૂ. 11.73 કરોડનો ઉપયોગ કરવામાં આવશે.

Next Article