વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 100મા મન કી બાત કાર્યક્રમમાં મણિપુરની વિજયશાંતિ દેવીનો ઉલ્લેખ કર્યો હતો. તમને યાદ હશે કે આ એ જ સ્ત્રી છે, જે કમળના ફૂલમાંથી રેસા કાઢીને કાપડ બનાવે છે. પીએમ મોદીએ અગાઉના મન કી બાત કાર્યક્રમમાં માં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આજે 100મા એપિસોડમાં, PMએ તેમની સાથે ફરી વાત કરી અને મન કી બાતમાં તેમનો ઉલ્લેખ કર્યા પછી તેમનું કામ કેવી રીતે ચાલી રહ્યું છે તે જાણવા પ્રયાસ કર્યો હતો. વિજયશાંતિ દેવીએ પીએમ મોદીને કહ્યું કે, હવે તેમનું કામ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. લોકોને કમળના રેસાથી બનેલા કપડા પણ પસંદ આવી રહ્યા છે
વિજયશાંતિ દેવી ભારતની પ્રથમ મહિલા છે જે કમળના રેશમમાંથી કપડાં બનાવે છે. મણિપુરના થાંગા ટોંગબ્રામ ગામમાં રહેતી વિજયશાંતિ દેવી દરરોજ બોટમાં બેસીને તળાવમાં જાય છે. ત્યાંથી કમળના ફૂલ તોડવામાં આવે છે. આ પછી તેમાથી રેસા કાઢવાની પ્રક્રિયા શરૂ થાય છે.
https://twitter.com/DarshanaJardosh/status/1547198827236511744?s=20
જો કે તેનાથી બનેલા કપડા ઘણા મોંઘા હોય છે અને કાપડ બનાવવામાં ઘણો સમય લાગે છે. કમળમાંથી દરેક ફાઇબરને બહાર કાઢવું, પછી તેને ધોઈને સૂકવવું, આ પ્રક્રિયા પછી પણ ઘણો સમય લાગે છે. જ્યારે વિજયશાંતિએ આ વ્યવસાય શરૂ કર્યો ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે આજે તે આટલો લોકપ્રિય થઈ જશે. પરંતુ આજે લોકોના મોઢા પર કમળના રેશમની વાત ઠેર ઠેર સાંભળવા મળે છે.
આ પણ વાંચો : “Mann ki baat”ના 100માં એપિસોડમાં આખરે પ્રધાન મંત્રીએ ગુજરાતની કઈ બાબતને યાદ કરી, જાણો
વિજશાંતિ દેવીએ પીએમ મોદીને કહ્યું કે જ્યારથી મન કી બાતમાં તેમનો ઉલ્લેખ થયો છે ત્યારથી તેમનો બિઝનેસ ઘણો વધી ગયો છે. ઘણા લોકો તેમનો ઈન્ટરવ્યુ લેવા આવ્યા હતા. આ રીતે તે અને તેનું ઉત્પાદન વધતું ગયું. તેણે જણાવ્યું કે હાલમાં તેની સાથે 30 મહિલાઓ કામ કરી રહી છે. પરંતુ તેમનું મિશન 100 મહિલાઓને રોજગાર આપવાનું છે અને આમાં તે ઘણી હદ સુધી સફળ થઈ રહી છે. ભારતમાં તેમના ઉત્પાદનોની માંગ છે તેમજ માલ અમેરિકામાં પણ જઈ રહ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…