અમેરિકી વિદેશ વિભાગે પાકિસ્તાનની (Pakistan) પોલ ખોલતા આતંકવાદ (Terrorism) પર રિપોર્ટ જાહેર કરીને ભારતીય એજન્સીઓની પ્રશંસા કરી છે. અમેરિકાએ (USA) કહ્યું છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓ (Indian Security Agency) આતંકવાદી ખતરાઓને રોકવા અને તેનો સામનો કરવામાં સક્ષમ છે. જો કે, ગુપ્તચર એજન્સીઓ (Intelligence agency) અને અન્ય સુરક્ષા એજન્સીઓ વચ્ચે માહિતીના આદાન-પ્રદાનની વ્યવસ્થામાં ચોક્કસ વિલંબ થાય છે. સાથે જ પાકિસ્તાન પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે આતંકવાદ વિરુદ્ધ પગલા ભરવા કે તેને રોકવા અંગે કોઈ ખાસ કામગીરી કરી નથી.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી ‘કંટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિઝમ 2020: ઈન્ડિયા’માં (Country Reports on Terrorism 2020: India) કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન ISIS સાથે 66 ભારતીય મૂળના લડવૈયાઓ જોડાયેલા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ ISIS સહીતની આતંકવાદી સંસ્થાઓ દ્વારા ફેલાવાતા આતંકીય જોખમોને રોકવામાં સક્ષમ છે.
Indian security agencies are effective in disrupting terror threats, although gaps remain in interagency intelligence & info sharing, says US Dept of State in its ‘Country Reports on Terrorism 2020: India’
There were 66 known Indian-origin fighters affiliated with ISIS, it says pic.twitter.com/L3ZZGqs2qa
— ANI (@ANI) December 16, 2021
પાકિસ્તાને વધુ પ્રગતિ કરી નથીઃ રિપોર્ટ
અમેરિકી વિદેશ મંત્રાલયે પાકિસ્તાન વિશે કહ્યું છે કે તેણે આતંકવાદ સામેની કાર્યવાહીમાં કોઈ ખાસ પ્રગતિ કરી નથી. અમેરિકાએ તેના ‘કંટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિઝમ 2020: પાકિસ્તાન’માં (Country Reports on Terrorism 2020: Pakistan) કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદ સામે લડવામાં મર્યાદિત કામગીરી કરી છે અને જૈશ-એ-મોહમ્મદના (Jaish-e-Mohammed) સ્થાપક મસૂદ અઝહર (Masood Azhar) અને લશ્કરના સાજિદ મીર જેવા આતંકવાદીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો માત્ર દેખાડો કર્યો છે. તેમને નાથવા કોઈ ચોક્કસ કામગીરી કરાઈ નથી.
રિપોર્ટમાં પાકિસ્તાન પર નિશાન સાધતા કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની ધરતી પર હજુ પણ ઘણા આતંકવાદી સંગઠનો કાર્યરત છે, ખાસ કરીને લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સતત ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છે અને આ આંતકી સંસ્થાઓ ભારતમાં ઉગ્રવાદ ફેલાવી રહી છે.
વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના સ્થાપક અને યુએન દ્વારા ત્રાસવાદી તરીકે જાહેર કરાયેલા આતંકવાદી અઝહર મસૂદ અને 2008ના મુંબઈ આતંકી હુમલાના પ્રોજેક્ટ મેનેજર તરીકે કામગીરી કરી હોવાનું કહેવાય છે તે સાજીદ મીર બંને વિરુદ્ધ કંઈ કર્યું નથી, તેઓ બંને પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે.
આ પણ વાંચોઃ
Published On - 6:48 am, Fri, 17 December 21