આજની સરકાર દેશના સરહદી ગામોને છેલ્લું ગામ ન ગણીને પ્રથમ ગામ તરીકે કામ કરી રહી છે. ડિજિટલ ઈન્ડિયાનું આટલું વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે છતાં કેટલાક વિભાગો વારંવાર એ જ માહિતી માંગે છે જે તેમની પાસે પહેલાથી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ‘સિવિલ સર્વિસ ડે’ કાર્યક્રમને સંબોધિત કરતા આ વાત કહી.
સિવિલ સર્વિસના અધિકારીઓને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું, દેશ હવે ઝડપથી આગળ વધી રહ્યો છે. હવે આઝાદીના આ અમૃતકાળમાં તેમને યુવા અધિકારીઓની ભૂમિકા સૌથી વધારે છે, જે આગામી 15-20 વર્ષ આ સેવામાં રહેવાના છે. તમને દેશની સેવા કરવા કરવાની તકી મળી છે.
તેમને કહ્યું કે આપણો દેશ હવે ખુબ જ ઉંચી છલાંગ માટે તૈયાર છે. છેલ્લા 9 વર્ષમાં જો દેશના ગરીબ લોકોને પણ સુશાસનનો વિશ્વાસ મળ્યો છે તો તેમાં તમારી મહેનતનો રંગ પણ જોવા મળ્યો છે. જો બ્યૂરોક્રેસીથી ચૂક થાય તો દેશનું ધન લુંટાઈ જશે.
આ પણ વાંચો: Poonch Attack: પાકિસ્તાનની શાહબાઝ સરકારે કરાવ્યો આતંકવાદી હુમલો, ISI સાથે મળીને ઘડ્યું કાવતરું
અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે આજ ભારત દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આજે ભારત છવાયુ છે, ડિજિટલ પેમેન્ટ મામલે ભારત નંબર વન છે. ગ્રામીણ અર્થવ્યવસ્થા પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. 2014ની તુલનામાં આજે દેશમાં બે ઘણી ઝડપથી નેશનલ હાઈવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
LIVE: PM Shri @narendramodi attends Civil Services Day programme in Delhi.https://t.co/qS8RjRyuIe
— BJP (@BJP4India) April 21, 2023
અગાઉની સિસ્ટમના કારણે દેશમાં ચાર કરોડથી વધુ નકલી ગેસ કનેક્શન હતા. નકલી રેશનકાર્ડ હતા. દેશમાં એક કરોડ કાલ્પનિક મહિલાઓ અને બાળકોને સરકાર દ્વારા મદદ કરવામાં આવી રહી હતી. બનાવટી સ્કોલરશિપનો લાભ આપવામાં આવતો હતો. લાખો કરોડો નકલી નામોની આડમાં ઈકો સિસ્ટમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અગાઉની સરકારો પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે દેશના લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચ્યા છે. આજે પડકાર એ નક્કી કરવાનો છે કે સમસ્યા કેવી રીતે દૂર થશે. હવે સરકાર બધા માટે કામ કરવાની ભાવના સાથે કામ કરી રહી છે.
પીએમ મોદીએ IAS અધિકારીઓને કહ્યું કે તમારી જવાબદારી છે કે જે રાજકીય પક્ષ સત્તામાં આવ્યો છે, જ્યાં તે કરદાતાના પૈસાનો ઉપયોગ કરી રહ્યો છે, તમારે તેનું ધ્યાન રાખવું પડશે. તમારે એ જોવુ પડશે કે રાજકીય પક્ષ વોટબેંક માટે તો કરદાતાઓના પૈસા વાપરતી નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…