બાંગ્લાદેશ બોર્ડર પરથી પકડાયો ચીની જાસુસ, અગાઉ 4 વાર કરી ચુક્યો છે ઘુસણખોરી

ચીની ઘુસણખોરે પોતાનું નામ હાન જુનવે આપ્યું છે અને પોતે ચીનના હુબેઇનો રહેસાવી હોવાનું જણાવ્યું છે.

બાંગ્લાદેશ બોર્ડર પરથી પકડાયો ચીની જાસુસ, અગાઉ 4 વાર  કરી ચુક્યો છે ઘુસણખોરી
PHOTO SOURCE : ANI

પશ્ચિમ બંગાળના માલદા વિસ્તારમાં આજે BSF ના જવાનોએ એક ચીની નાગરિક (Chinese citizen) ને પકડ્યો છે. પૂછપરછ દરમિયાન તેણે સંતોષકારક જવાબો આપ્યા ન હતા ત્યારે તુરંત જ સંબંધિત એજન્સીઓ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે. BSF ના સૂત્રોએ આ માહિતી આપી છે.

 

ચીનના હુબેઈનો રહેવાસી
ચીની ઘુસણખોરે પોતાનું નામ હાન જુનવે આપ્યું છે અને પોતે ચીનના હુબેઇનો રહેસાવી હોવાનું જણાવ્યું છે. પૂછપરછ દરમિયાન અને તેના પાસપોર્ટના આધારે માહિતી મળી છે કે કે તે 2 જૂને બીઝનેસ વિઝા પર બાંગ્લાદેશના ઢાંકાપહોંચ્યો હતો અને ત્યાં એક ચીની મિત્ર સાથે રહ્યો હતો.

BSF એ કહ્યું કે 8 જૂને તે બાંગ્લાદેશના ચૈપનવાબગંજ જિલ્લામાં સોના મસ્જિદ આવ્યો હતો અને ત્યાં રોકાઈ ગયો હતો. 10 જૂને, જ્યારે તે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેને BSF ના જવાનોએ પકડ્યો હતો.

અગાઉ 4 વાર કરી ચુક્યો છે ઘુસણખોરી
ચીની ઘુસણખોરે જણાવ્યું કે આ પહેલા પણ તે ચાર વખત ભારત આવી ચૂક્યો છે. તે 2010 માં હૈદરાબાદ અને 2019 પછી ત્રણ વખત દિલ્હી અને ગુરુગ્રામ આવ્યો હતો. તેણે કહ્યું કે તેના બિઝનેસ પાર્ટનરને લખનૌ ATS એ પકડ્યો હતો. તેણે આ માહિતી BSF ને આપી છે.

ઘુસણખોર પાસેથી મળ્યો જાસુસીનો સામાન
BSF એ વધુમાં કહ્યું કે તેમની સામે નોંધાયેલા કેસને કારણે તેમને ચીનમાં ભારતીય વિઝા મળ્યા નહોતા. તેને ભારત આવવા માટે બાંગ્લાદેશ અને નેપાળથી વિઝા મળ્યા હતા. તેની પાસેથી મળેલા ઇલેક્ટ્રોનિક સાધનોમાં ઘણા તથ્યો સામે આવ્યાં છે, તે ભારતમાં ચીની ગુપ્તચર એજન્સી માટે કામ કરતો હતો.

આ ઘુસણખોર પાસેથી એક ચાઇનીઝ પાસપોર્ટ, એક એપલ લેપટોપ, 02 આઇફોન મોબાઇલ, 01 બાંગ્લાદેશી સિમ, 01 ભારતીય સિમ, 02 ચાઇનીઝ સિમ, 2 પેન ડ્રાઇવ, 03 બેટરી, બે નાની મશાલ, 05 મની ટ્રાન્ઝેક્શન મશીનો, 02 એટીએમ કાર્ડ અને સાથે અમેરિકા, બાંગ્લાદેશ અને ભારતનું ચલણ મળી આવ્યું છે.