ચીનની નવી ચાલ, અરુણાચલ પ્રદેશના 15 સ્થળોના નામ ચાઈનીઝ અક્ષરોમાં લખીને જાહેર કર્યા

ચીને ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં 15 વધુ સ્થળોનું નામ તેમની ભાષામાં આપ્યું છે. ચીન, અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ હોવાનો દાવો કરતુ આવ્યુ છે.

ચીનની નવી ચાલ, અરુણાચલ પ્રદેશના 15 સ્થળોના નામ ચાઈનીઝ અક્ષરોમાં લખીને જાહેર કર્યા
Arunachal Pradesh-India, China (symbolic image)
| Edited By: | Updated on: Dec 30, 2021 | 9:58 PM

ચીને (China) અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) વધુ 15 સ્થળો માટે વધુ પ્રમાણિત સત્તાવાર ચીની નામોની જાહેરાત કરી છે. અગાઉ 2017માં છ સ્થળોના નામોની પ્રથમ યાદી ચીન દ્વારા બહાર પાડવામાં આવી હતી, આ વખતે બીજી યાદી બહાર પાડી છે.

ચીને ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં 15 વધુ સ્થળોનું નામ તેમની ભાષામાં આપ્યું છે. ચીન, અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ હોવાનો દાવો કરતુ આવ્યુ છે. ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે બુધવારે જાહેરાત કરી હતી કે તેણે અરુણાચલ પ્રદેશનું ચાઈનીઝ નામ ઝંગનાનમાં 15 સ્થાનોના નામોને ચાઈનીઝ મૂળાક્ષરોમાં લખ્યા છે.

ચીનના સરકારી ‘ગ્લોબલ ટાઈમ્સ’ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ રાજ્ય કાઉન્સિલ, ચીનની કેબિનેટ દ્વારા જારી કરાયેલા ભૌગોલિક નામો પરના નિયમો અનુસાર છે. અહેવાલમાં જણાવાયું છે કે 15 સ્થળોમાંથી આઠ રહેણાંક સ્થળો છે, ચાર પર્વતો છે, બે નદીઓ છે અને એક હિલ પાસ છે. ચીન દ્વારા આપવામાં આવેલ અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના પ્રમાણિત નામોની આ બીજી યાદી છે. અગાઉ 2017 માં પણ ચીન દ્વારા છ સ્થળોના નામોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી. તે સમયે પણ વિવાદ સર્જાયો હતો.

ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ તરીકે દાવો કરે છે, જેને ભારતના વિદેશ મંત્રાલયે ભારપૂર્વક નકારી કાઢ્યો છે, અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતનો અવિભાજ્ય ભાગ છે. બેઇજિંગ તેના દાવાની પુષ્ટિ કરવા અરુણાચલ પ્રદેશમાં ટોચના ભારતીય નેતાઓ અને અધિકારીઓની મુલાકાતનો નિયમિતપણે વિરોધ કરતુ આવ્યુ છે.

ભારતનો જવાબ

ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ પોતાની ભાષામાં બદલવાના અહેવાલો પર મીડિયાના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે આવા અહેવાલો જોયા છે. આ પહેલીવાર નથી જ્યારે ચીને અરુણાચલ પ્રદેશ રાજ્યમાં સ્થાનોના નામ બદલવાનો પ્રયાસ કર્યો હોય. ચીને એપ્રિલ 2017માં પણ આવા નામોની માંગણી કરી હતી. અરુણાચલ પ્રદેશ હંમેશા ભારતનો અભિન્ન અંગ રહ્યો છે અને રહેશે. અરુણાચલ પ્રદેશમાં શોધાયેલા નામો સોંપવાથી આ હકીકત બદલાતી નથી.

આ પણ વાંચોઃ

Corona case in china : ચીનને કોરોના મુક્ત માટે કડક પ્રતિબંધ, નિયમોનો ભંગ કરવા બદલ ફટકારવામાં આવી છે આ સજા