સોશિયલ મીડિયા પર મુખ્યપ્રધાન યોગીની લોકપ્રિયતામાં વધારો, રાહુલ ગાંધીથી વધારે વધારે પોપ્યુલર છે CM યોગી

|

Sep 03, 2022 | 7:19 PM

રાહુલ ગાંધી ટ્વિટર પર 250થી વધુ લોકોને ફોલો કરે છે, જ્યારે યોગી આદિત્યનાથ માત્ર 50 લોકોને ફોલો કરે છે. બંને નેતાઓ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સીએમ યોગીની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો છે.

સોશિયલ મીડિયા પર મુખ્યપ્રધાન યોગીની લોકપ્રિયતામાં વધારો, રાહુલ ગાંધીથી વધારે વધારે પોપ્યુલર છે CM યોગી

Follow us on

સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીને (Rahul Gandhi) પછાડી દીધા છે. સીએમ યોગીના ટ્વિટર ફોલોઅર્સ હવે રાહુલ ગાંધી કરતાં પણ વધુ છે. યોગી આદિત્યનાથની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. સીએમ યોગીના ટ્વિટર હેન્ડલ પર 21.5 મિલિયન ઓર્ગેનિક ફોલોઅર્સ છે, જ્યારે રાહુલ ગાંધીના ફોલોઅર્સની સંખ્યા 21.4 મિલિયન છે.

રાહુલ ગાંધી ટ્વિટર પર 250થી વધુ લોકોને ફોલો કરે છે, જ્યારે યોગી આદિત્યનાથ માત્ર 50 લોકોને ફોલો કરે છે. બંને નેતાઓ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સીએમ યોગીની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો છે. યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન સીએમ યોગીની આ તસવીરના કારણે ફરીથી યુપીની સત્તા પણ હાંસલ થઈ હતી. લોકોને યોગી આદિત્યનાથની કડક છબી અને હિન્દુત્વની વિચારધારા ગમે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાહુલ ગાંધી કરતાં યોગીના ફોલોઅર્સ વધુ

યુપી વિધાનસભા ચૂંટણીમાં એક સમયે એવું લાગી રહ્યું હતું કે ચૂંટણીમાં સપા આગળ જઈ રહી છે, પરંતુ લોકોએ ફરી યોગીને તક આપી. આખા દેશમાં ભાજપ પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડી રહી છે, પરંતુ યુપીમાં સીએમ યોગીનો ચહેરો પણ ખૂબ મહત્વનો બની ગયો હતો. સીએમ યોગી આદિત્યનાથે આજે સોશિયલ મીડિયા પર પણ રાહુલ ગાંધીને પાછળ છોડી દીધા છે. આખા દેશમાં જ્યાં પણ ચૂંટણી થાય છે, ત્યાં તમામ રાજ્યોમાં સીએમ યોગી હંમેશા સ્ટાર પ્રચારકની ભૂમિકામાં જોવા મળે છે.

પીએમ મોદી સૌથી લોકપ્રિય

લોકપ્રિયતાની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી ટ્વિટર પર સૌથી વધુ લોકપ્રિય છે. ટ્વિટર પર તેમના અત્યાર સુધી 81.2 મિલિયન ફોલોઅર્સ છે અને તે 2,436 લોકોને ફોલો કરે છે. પીએમ મોદી જાન્યુઆરી 2009માં ટ્વિટરમાં જોડાયા હતા અને તેમણે અત્યાર સુધીમાં 33.6K ટ્વીટ કરી છે. તેમના ટ્વિટર એકાઉન્ટનું નામ @narendramodi છે. આ પછી PMO બીજા નંબરે આવે છે. PMOના લગભગ 50 મિલિયન ફોલોઅર્સ છે. ટ્વિટર પર ત્રીજો સૌથી વધુ ચર્ચિત વ્યક્તિ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છે. વિરાટે અત્યાર સુધીમાં 2,652 ટ્વીટ કર્યા છે અને તે સપ્ટેમ્બર 2009માં ટ્વિટર સાથે જોડાયો હતો. વિરાટના કુલ ફોલોઅર્સની વાત કરીએ તો તેના 49.2 મિલિયન છે.

Next Article