Chhattisgarh: રાહુલ ગાંધીએ શરૂ કરી ‘રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન કૃષિ મજદૂર ન્યાય યોજના’, ખેત મજૂરોને મળશે દર વર્ષે 6 હજાર રૂપિયા

|

Feb 03, 2022 | 5:41 PM

રાજ્યના જનસંપર્ક વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે 'રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન કૃષિ મજદૂર ન્યાય યોજના' હેઠળ, એક ગ્રામીણ ભૂમિહીન ખેત મજૂર પરિવારને ત્રણ હપ્તામાં દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

Chhattisgarh: રાહુલ ગાંધીએ શરૂ કરી રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન કૃષિ મજદૂર ન્યાય યોજના, ખેત મજૂરોને મળશે દર વર્ષે 6 હજાર રૂપિયા
Rahul Gandhi - File Photo

Follow us on

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુરુવારે ‘રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન કૃષિ મજદૂર ન્યાય યોજના’ (Rajiv Gandhi Bhoomiheen Krishi Mazdoor Nyay Yojana) અને ‘રાજીવ યુવા મીતાન ક્લબ યોજના’ શરૂ કરવા માટે રાયપુરની એક દિવસીય મુલાકાતે છત્તીસગઢ ગયા હતા. આ સાથે તેઓ ‘સેવાગ્રામ’ અને ‘છત્તીસગઢ અમર જવાન જ્યોતિ’નું ભૂમિપૂજન પણ કરશે. આ દરમિયાન રાહુલ ગાંધીએ સ્થળ પર પ્રતિભાગીઓ દ્વારા મુકવામાં આવેલ પ્રદર્શન જોયું અને તેમની સાથે વાતચીત કરી અને તેમના ઉત્પાદન વિશે માહિતી મેળવી. રાજ્યની સત્તાધારી પાર્ટી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી બપોરે 12 વાગ્યે વિશેષ વિમાન દ્વારા રાયપુર પહોંચશે.

પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર તેઓ એરપોર્ટથી સીધા સાયન્સ કોલેજ મેદાન પર પહોંચશે અને ત્યાં આયોજિત કાર્યક્રમમાં યોજનાઓની શરૂઆત કરશે અને ભૂમિપૂજન કરશે. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે રાહુલ ગાંધી કાર્યક્રમ સ્થળ પર ગાંધીવાદી વિચારકો, ભૂમિહીન ખેડૂતો અને મજૂરો સાથે લંચ પણ કરશે.

દર વર્ષે 6 હજાર રૂપિયા મળશે

તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી સાંજે 5:10 વાગ્યે વિશેષ વિમાન દ્વારા નવી દિલ્હી જવા રવાના થશે. રાજ્યના જનસંપર્ક વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન કૃષિ મજદૂર ન્યાય યોજના’ હેઠળ, એક ગ્રામીણ ભૂમિહીન ખેત મજૂર પરિવારને ત્રણ હપ્તામાં દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેમના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી યોજનાના લોન્ચિંગ પ્રસંગે આ યોજનાના 3 લાખ 55 હજાર લાભાર્થીઓના ખાતામાં પ્રથમ હપ્તા તરીકે બે હજાર રૂપિયાની રકમ જાહેર કરશે. આ માટે આ યોજનાના બજેટમાં 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

રાયપુરમાં સેવાગ્રામની સ્થાપના

રાજ્યના જનસંપર્ક વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની યાદોને યાદ કરવા માટે વર્ધામાં સેવાગ્રામ આશ્રમની તર્જ પર નવા રાયપુરમાં આધુનિક ભારતના તીર્થસ્થાન તરીકે ‘સેવાગ્રામ’ની સ્થાપના કરવામાં આવશે.

તેમણે કહ્યું કે લોકસભા સાંસદ રાહુલ ગાંધી કાર્યક્રમમાં માના સ્થિત છત્તીસગઢ સશસ્ત્ર દળોના પરિસરમાં નવી દિલ્હી ઈન્ડિયા ગેટની તર્જ પર સ્થાપિત થનારી ‘છત્તીસગઢ અમર જવાન જ્યોતિ’નો શિલાન્યાસ કરશે. શહીદોના સન્માનમાં સ્થાપિત કરવામાં આવી રહેલી ‘છત્તીસગઢ અમર જવાન જ્યોતિ’ અખંડ પ્રજ્વલિત રહેશે.

 

આ પણ વાંચો : સંયુક્ત કિસાન મોરચાએ સરકાર પર આરોપ લગાવ્યો, કહ્યું- ખેડૂતોના મુદ્દાઓ પર કોઈ કામ થયું નથી

આ પણ વાંચો : Road Rage Case: નવજોત સિંહ સિદ્ધુને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી 25 ફેબ્રુઆરી સુધી ટાળી

આ પણ વાંચો : Malegaon Blast Case: કોર્ટમાં વધુ એક સાક્ષીએ નિવેદનથી કરી પીછેહઠ, મહારાષ્ટ્ર ATS પર લગાવ્યો આ ગંભીર આરોપ

Next Article