મહિલા DSP ની ચેટ વાયરલ, સુંદર અધિકારીની આ કરતૂતથી મચ્યો હંગામો..જુઓ
DSP કલ્પના વર્મા અને ઉદ્યોગપતિ દીપક ટંડનનો પ્રેમસંબંધ વોટ્સએપ ચેટ્સ લીક થતા મોટા વિવાદમાં સપડાયો છે. દીપક ટંડનના મતે, DSP કલ્પનાએ સંબંધોના નામે કરોડો રૂપિયા અને મોંઘી ભેટો પડાવી.

છત્તીસગઢમાં એક ડીએસપી અને ઉદ્યોગપતિ વચ્ચેનો પ્રેમસંબંધ હવે મોટા વિવાદમાં પરિણમ્યો છે. સોશિયલ મીડિયા પર તેમની વોટ્સએપ ચેટ્સ અને ફોટાઓ લીક થતાં જ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. આ વાયરલ ચેટ્સને કારણે રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરમાં હંગામો મચી ગયો છે.
પ્રેમ સંબંધ કે પ્રેમ જાળ?
છત્તીસગઢ પોલીસની ડીએસપી કલ્પના વર્મા અને કરોડોની મિલકત ધરાવતા ઉદ્યોગપતિ દીપક ટંડન 2021 થી રિલેશનશિપમાં હતા. પરંતુ છેલ્લા ચાર વર્ષમાં જે બન્યું છે તે લોકો માટે ચોંકાવનારી બાબત બની છે. દીપક ટંડનના જણાવ્યા અનુસાર, કલ્પના વર્માએ સંબંધોના નામે મોટી રકમ અને મોંઘી વસ્તુઓ પડાવી લીધી હતી.
વાયરલ ચેટ્સે ખળભળાટ મચાવ્યો
છેલ્લા બે-ત્રણ દિવસથી બંને વચ્ચેની વોટ્સએપ ચેટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચેટ્સમાં કલ્પના વર્મા દીપક ટંડનને તેમની પત્નીને છૂટાછેડા આપવા કહેતી અને પોતાના માટે પૈસા માંગતી દેખાય છે. એક ચેટમાં કલ્પનાએ દીપકને લખ્યું છે: “મને મળવા આવ… તારી પત્નીને છૂટાછેડા આપી દે. આપણે સાથે રહીશું… હું તને ક્યારેય છોડીશ નહીં.”
ડીએસપી કલ્પના વર્મા કોણ?
દાંતેવાડામાં પોસ્ટેડ ડીએસપી કલ્પના વર્મા હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો કેન્દ્ર બની છે. ઉદ્યોગપતિ દીપક ટંડનનો ગંભીર આક્ષેપ છે કે ડીએસપીએ સંબંધોના દોરે તેમને ₹2 કરોડ રોકડ, કિંમતી દાગીના અને એક મોંઘી કાર આપવાનું કહીને છેતર્યા છે.
સંબંધની શરૂઆત કેવી રીતે થઈ?
રિપોર્ટ્સ મુજબ, 2021 માં બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ હતી. બાદમાં આ મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી. દીપક ટંડનનો આક્ષેપ છે કે આ સમય દરમિયાન ડીએસપીએ વિવિધ બહાનાઓથી પૈસા માગ્યા અને મોંઘી ભેટો લીધી.
વોટ્સએપ ચેટ કોણે લીક કરી?
દીપક ટંડનનો દાવો છે કે તેણે જ ચેટ્સ જાહેર કરી છે. તેની ફરિયાદ મુજબ, કલ્પના વર્માએ એક હોટલ પણ તેના ભાઈના નામે રજીસ્ટર કરાવી હતી. આ મુદ્દો સૌથી વધુ વિવાદાસ્પદ બની રહ્યો છે, કારણ કે તે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના ગંભીર સંકેતો આપે છે.
પોલીસ કાર્યવાહી શું છે?
દીપક ટંડનએ પોલીસમાં અરજી આપી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. કેસના તથ્યો અને પુરાવા બહાર આવતા મામલો વધુ ગંભીર બનતો જાય છે.
